મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બ્રિટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જી-7 સમિટમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. આ સમ્મેલન જૂનમાં બ્રિટન કોર્નવોલમાં થવાનું છે. જી-7 સમૂહમાં દુનિયાની મુખ્ય સાત આર્થિક શક્તિઓ બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન, ઈટાલી, અમેરિકા અને યુરોપીય સંઘ શામેલ છે. આ સમૂહ કોરોના વાયરસ મહામારી, જલવાયુ પરિવર્તન અને મુક્ત વ્યાપાર જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. એક પ્રેસ નિવેદનમાં કહેવાયું કે, બ્રિટનના પ્રધામંત્રી બોરિસ જોનસન જી-7થી પહેલા ભારતની યાત્રા પર આવી શકે છે. બોરિસ જોનસનને ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં આવવાનું હતું, પરંતુ બ્રિટનમાં કોરોનાના મ્યુટેંટ સ્ટ્રેન સામે આવ્યા પછી તેમણે પોતાના પ્રવાસને રદ્દ કર્યો હતો.

ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને પણ જી-7 શિખર સમ્મેલન માટે આમંત્રિત કરાયા છે. નિવેદનમાં કહેવાયું કે ત્રણ દેશોને સમિટ માટે મહેમાન તરીકે બોલાવાયા છે જેથી તજજ્ઞો અને અનુભવને જોર આપી શકાય.

નિવેદનમાં કહેવાયું છે કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન જી-7 શિખર સમ્મેલનમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓ સાથે કોરોના વાયરસ પછીના અવસરોના નિર્માણ પર ચર્ચા કરશે જેથી વધુ સમૃદ્ધ ભવિષ્યનો માર્ગ ઊભો કરી શકાય.

કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારત અને બ્રિટન વચ્ચે સહયોગ વધવા પર જોર આપતા નિવેદન કરાયું છે, દુનિયાની ફાર્મસીના રૂપમાં ભારત પહેલાથી જ દુનિયાને 50 ટકાથી વધુ વેક્સીન પુરી પાડે છે. યૂનાઈટેડ કિંગડમ અને ભારતે કોરોના જેવી મહામારી દરમિયાન એક સાથે મળી કામ કર્યું છે. અમારા પ્રધાનમંત્રી સતત વાતચિત કરતા રહ્યા છે. પ્રધાનમત્રી બોરિસ જોનસનએ કહ્યું છે કે, જી-7 સમ્મેલનથી પહેલા તે ભારતનો પ્રવાસ કરશે.