મેરાન્યૂઝ નેટવર્ક.ઉત્તર પ્રદેશઃ શહીદો કી ચિતાઓ પર લગેંગે હર બરસ મેલે, વતન પર મરનેવાલો કા યહી બાકી નિશાં હોગા... સહિદોના સન્માનમાં સમર્પિત આ પંક્તિઓને જ્યારે ગણગણાવાય છે તો શહીટદોના સન્માનમાં શીશ નમી જાય છે. દેશના શહીદ થયેલા મખ્ખનપુરના ગામ ચમરૌલીના નિવાસી વિજયભાનના અંતિમ સંસ્કાર દરમિયાન તંત્રની બેજવાબદારીએ લોકોને શરમમાં મુકી દીધા હતા. તિરંગામાં લપેટાયેલા વિજયભાનના પાર્થિવ શરીરને જે સમયે ચિતા પર મુકાયું તે વખતે અંધારુ છવાઈ ગયું હતું. લોકોએ પ્રકાશ આપવા માટે પોતપોતાના મોબાઈલની ટોર્ચ ઓન કરી હતી. અહીં દરેક વ્યક્તિ બે જવાબદાર તંત્રને ભાંડી રહ્યું હતું.

17 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પર શહીદ થયેલા બીએસએફના હેડ કોન્સ્ટેબલ વિજયભાન યાદવનો પાર્થિવ દેહ શનિવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં તેમના વતન ચમરૌલી પહોંચી ગયો હતો. શહીદના અંતિમ દર્શન માટે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી, પણ જિલ્લાના કોઈ વડા અધિકારી શહીદના પરિજનોને મળવા ન આવ્યા. તેનું દુઃખ શનિવારે પરિવારના લોકોએ સાર્વજનીક કર્યું તો ગામના લોકોમાં ગુસ્સો ભરાઈ ગયો હતો.

તંત્રના અધિકારીઓના હાથ-પગ ત્યારે ફૂલી ગયા, જ્યારે પરિવારજનોએ ઘણી શરતો મુક્તાં અંતિમ સંસ્કારથી ઈન્કાર કરી દીધો. દોઢ કલાક સુધી તિરંગામાં લપેટાયેલા શહીદના શરીરને રાખી મુકાયો હતો. ડીએમ ચંદ્રવિજય સિંહએ પણ તમામ માંગો પર લેખિત આશ્વાસન આપીને પરિજનોને શાંત કર્યા હતા. તે પછી પરિજનો અંતિમ સંસ્કાર માટે તૈયાર થયા હતા. સાંજે અંદાજીત આ વાગી ગયા અને તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

માગણીઓને લઈને દોઢેક કલાક સુધી અંતિમ વિધી પણ રોકી દેવાઈ હતી. એવામાં અંધારું થઈ ગયું હતું પણ તંત્રએ અજવાળું કરવાનો પણ પ્રયત્ન કર્યો નહીં. અંધારામાં તિરંગામાં લપેટાયેલા શહીદનો દેહ ચિતા પર મુકતી વખતે લોકોએ મોબાઈ ફોનની ટોર્ચ ઓન કરીને અજવાળું કરવાનો પ્રયત્ન કર્યો હતો. ટીવી ચેનલથી જોડાયેલા લોકોએ કેમેરા સાથે લાગેલી લાઈટ ચાલુ કરી લોકોનો સાથ આપ્યો હતો. વાહનોએ પોત પોતાની હેડલાઈટ્સ ચાલું કરી હતી. ત્યારે થોડા પ્રકાશની વ્યવસ્થા કરાઈ શકી હતી.

અંતિમ સંસ્કાર દરમિયાન પરિજનોને આશા હતી કે સૈન્ય અને રાજકીય સન્માન વખતે ભાજપાના કોઈ મંત્રી આવશે ખરા, પણ મંત્રી તો દુર રહ્યા સ્થાનીક સાંસદ ડ. ચંદ્રસેન જાદૌન પણ ઘણીવાર પછી પહોંચ્યા હતા. ભાજપાના નેતાઓમાં ધારાસભ્ય મનીષ અસીજા, શિકોદાબાદના ધારાસભ્ય ડો. મુકેશ વર્મા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ ડો. લક્ષ્મી નારાયણ યાદવ સહિત કેટલાક અન્ય સ્થાનીક નેતા હાજર રહ્યા હતા.