મેરાન્યૂઝ નેટવર્ક.પંજાબઃ પંજાબ નેશનલ બેન્કના 14 હજાર કરોડ રૂપિયા લઈને દેશથી રફૂચક્કર થઈ જનાર જે નીરવ મોદીને સરકાર શોધી રહી છે, તે નીરવ લંડનમાં વેસ્ટ એન્ડમાં એક આલીશાન અપાર્ટમેન્ટમાં રહી રહ્યો છે અને વધુમાં તેણે ત્યાં ડાયમન્ડનો નવો બિઝનેસ પણ ચાલુ કરી દીધો છે. નીરવ મોદીને લંડનમાં દ ટેલીગ્રાફના પત્રકારે શોધી પાડ્યો છે. પત્રકારે આ દરમિયાન નીરવને કેટલાક સવાલ કર્યા જેનો તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

વધેલા વાળ, દાઢી અને 10 હજાર ડોલરનું જેકેટ પહેરીને તે લંડનનાં રસ્તાઓ પર બિન્દાસ ફરી રહ્યો છે. લંડનના પ્રખ્યાત અંગ્રેજી અખબારે સંવાદદાતાએ નીરવ મોદીને કેટલાંય પ્રશ્નો કર્યા, પરંતુ તેમને કોઇ પણ પ્રશ્નોના જવાબ આપ્યા નહીં. સંવાદદાતાએ પૂછ્યું, શું આપે રાજનૈતિક સંરક્ષણ માંગ્યું છે, શું તમે આની પુષ્ટિ કરશો? તેના જવાબમાં નીરવ મોદીએ કહ્યું, 'સોરી, નો કમેન્ટ.' બીજો સવાલ એ પૂછ્યો કે શું તમે ઘણાં પૈસાદાર છો? તેના જવાબમાં પણ નીરવ મોદીએ કહ્યું, 'સોરી, નો કમેન્ટ.'

શું તમે જણાવશો કે તમે ક્યાં રહો છો અને કેટલા સમય માટે અહીં રહેશો? તેના જવાબમાં પણ નીરવ મોદીએ કહ્યું, 'સોરી, નો કમેન્ટ.' સંવાદદાતાએ પૂછ્યું કે શું હજી પણ તમે હીરાનો વેપાર કરો છો? અમને ખબર પડી છે કે તમે @ નામ પર તમે વેપાર કરો છો, શું આ સાંચુ છે? તેના જવાબમાં પણ નીરવ મોદીએ હ્યું, 'સોરી, નો કમેન્ટ.'

કોંગ્રેસ આ અંગે તિખો તંજ કસતાં કહ્યું કે, પત્રકાર નીરવ મોદીને પકડવામાં સફળ રહ્યા, મોદી સરકાર એવું કેમ ન કરી શકી? મોદી કોની રક્ષા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે? પોતાની જાતને, નીરવ મોદીને કે તેને ભગાડનારાઓને?

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, દેશના 23 હજાર કરોડ લૂંટીને લઈ જાઓ, વગર રોક ટોકે દેશથી ભાગી જાઓ, પછી પીએમ સાથે વિદેશમાં ફોટો પડાઓ, લંડનમાં 73 કરોડના આલીશાન મહેલમાં જીંદગી વિતાઓ, પુછો હું કોણ છું, અરે છોટા મોદી, બીજું કોણ, જ્યારે મોદી જ ચોકીદાર હોય, તો ડર શાનો. મોદી હૈ તો મુમકિન હૈ