મેરાન્યૂઝ નેટવર્ક, આણંદ: ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) એ, આણંદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની કાલ્ફ લેબોરેટરીને ડેરી અને ડેરી ઉત્પાદનો માટે નેશનલ રેફરન્સ લેબોરેટરી (એનઆરએલ) તરીકે માન્ય કરેલ છે. દૂધ અને દૂધના ઉત્પાદનો માટે એફએસએસએઆઇ ભારતમાં એકમાત્ર કાલ્ફને એનઆરએલ તરીકે આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત છે. દૂધ અને દૂધના ઉત્પાદનોના વિવિધ વિશ્લેષણ માટે કાલ્ફ એ એફએસએસઆઇની પહેલેથી રેફરલ લેબ છે.

ભારતભરમાં 13 માન્ય લેબોરેટરીને વિશિષ્ટ ક્ષેત્રોમાં નેશનલ રેફરન્સ લેબોરેટરીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં આઠ સરકારી ક્ષેત્રોમાંથી છે અને બાકીની પાંચ ખાનગી ક્ષેત્રની છે.

એનઆરએલનો ઉદ્દેશ વૈશ્વિક ખોરાક પરીક્ષણ અને સંશોધન લેબોરેટરીઓ સાથે લેબોરેટરી નેટવર્ક બનાવવાની છે જે પદ્ધતિ વિકાસ, પદ્ધતિ માન્યતા તાલીમ અને પ્રાવીણ્ય પરીક્ષણ પ્રદાન કરે છે. તે એફએસએસઆઇ સૂચિત લેબોરેટરીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે અને એફએસએસઆઇ સૂચિત લેબોરેટરીઓ વચ્ચે માહિતીની અદલાબદલીનું સંકલન કરે છે.

ડેરી અને ડેરી ઉત્પાદનો માટે કાલ્ફના નામાંકનને એનઆરએલ તરીકે ડેરી ઉત્પાદનોના પરીક્ષણની પદ્ધતિમાં સુધારો કરવાની તક પૂરી પાડે છે કારણ કે ડેરી ઉત્પાદનોમાં દૈનિક ધોરણે અનેક પ્રકારના પરીક્ષણો કરવામાં આવે છે. આ પરીક્ષણોના પરિણામો ઉદ્યોગ માટેના કાયદાનું પાલન કરે છે કે કેમ તે પરિણામને પ્રભાવિત કરે છે. કાલ્ફ હિસ્સેદારો દ્વારા યોગ્ય નિર્ણયો લેવામાં પરિણામોની સરખામણીએ ઉચ્ચ સ્તરના આત્મવિશ્વાસને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે એકીકરણ પર કાર્ય કરશે અને નિયમિત પરીક્ષણ પ્રક્રિયાઓ માટે પદ્ધતિઓ વિકસિત કરશે.

નેશનલ રેફરન્સ લેબોરેટરી તરીકે કાલ્ફ દૂધ અને દૂધના ઉત્પાદનોમાં વિશ્લેષણાત્મક વિજ્ઞાનની માહિતી માટે જ્ઞાન અને સંસાધન કેન્દ્ર હશે.