મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ આગામી 16મી ડિસેમ્બરથી તમામ બેન્કોમાં 24 કલાક નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈઓફટી)ની સુવિધા શરૂ થઈ જશે. તે માટે બેન્ક ગ્રાહકોને કોઈ પ્રકારનો ચાર્જ નહીં લગાવે. એનઈએફટી સુવિધા હાલ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રહે છે. મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે તેનો સમય બપોરે એક વાગ્યા સુધીનો રહેતો હતો. આરબીઆઈ (ભારતીય રિઝર્વ બેન્ક)એ આવું કરવાના નિર્દેશ બેન્કોને આપ્યા છે.

આરબીઆઈએ દેશભરમાં ડિઝિટલ બેન્કીંગને વેગ આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે. તેના સાથે જ આરબીઆઈએ ફાસ્ટેગનું ચુકવણું કરવા માટે મોબાઈલ વોલેટ, તમામ રીતના કાર્ડ્સ અને યુપીઆઈથી લિંક કરવા માટે કહ્યું હતું જેથી તેનો ઉપયોગ પાર્કિંગ, પેટ્રોલ પંપ પર પણ કરી શકાશે. ગ્રાહકને 24 કલાક એનઈએફટી દ્વારા લેવડદેવડની સુવિધા મળશે. હાલના સમયમાં ગ્રાહક તેના પર સેવાનો લાભ મહિનાના બીજા ચોથા શનિવારને છોડી દરેક વર્કિંગ ડે પર ઉઠાવી રહ્યા છે.

છ જુનએ થયેલી આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની સમિક્ષા બેઠકમાં આરબીઆઈએ સામાન્ય જનતાને મોટી ભેટ આપતા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઈલેક્ટ્રીક ફંડ ટ્રાન્સફ દ્વારા થતા લેણ-દેણને નિઃશુલ્ક કરી દીધા હતા. આ નિયમ 1 જુલાઈએ લાગુ થઈ ચુક્યો હતો.