મેરાન્યુઝ નેટવર્ક.ગોંડલ: શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે પૂજ્ય હરિચારણદાસજી મહારાજની આજ્ઞાથી એક અનોખો સેવાયજ્ઞ શરુ કરવા માં આવ્યો છે. એકતરફ કોરોનાનો હાહાકાર છે અને લોકો જીવ બચાવવા આમતેમ ભટકી રહ્યા છે  હોસ્પિટલોમાં બેડ મળતા નથી. ત્યારે સામાન્ય લોકો માટે ખુબ જ મોટી મુસીબત છે. તેવામાં ગોંડલની શ્રી રામ હોસ્પિટલ ખાતે હાલની પરિસ્થિતિને પહોંચી વળવા કોરોના સંક્રમિત દર્દીઓ કે જેને ઓક્સિજનની હાલ જરૂર ન હોય તેવા દર્દીઓ માટે વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવા માં આવ્યું છે. જેમાં ગરીબો તેમજ જરુરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર, દવાની સાથે રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.


 

 

 

 

 

હાલમાં 25 જેટલા બેડ કાર્યરત છે. હાલની પરિસ્થિતિ જોતા પૂ. હરિચારણદાસજી મહારાજશ્રી એ આજ્ઞા કરતા સમગ્ર ટ્રસ્ટીગણ, ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર 2 દિવસમાં ડે કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. શ્રી રામ હોસ્પિટલની બાજુમાં બની રહેલા અદ્યતન હોસ્પિટલના બિલ્ડીંગમાં દર્દીઓને દવાઓ, બાટલા, ઈન્જેકશન જેવી તમામ સુવિધા વિના મૂલ્યે અપાઈ રહી છે. જેમાં હાલ 25 થી વધુ લોકો સારવાર મેળવી રાહત અનુભવી રહ્યા છે. સાથે સાથે ઓક્સિજનની પણ અછત હોઈ આગામી સમયમાં હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.