મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ઠગોના એક ફ્રોડનો પર્દાફાશ કર્યો છે જેમાં 1000થી વધુ વૃદ્ધોના રૂ. 10 કરોડથી વધુની રકમ ઠગી લેવામાં આવી ચુકી છે. આ લોકો બેન્ક એકાઉન્ટ અથવા ફોન નંબરને આધાર સાથે લિંક કરવાના નામ પર ફોસલાવીને તેમના બેન્ક ખાતા અને અન્ય દસ્તાવેજોની ડિટેઈલ્સ મેળવી લેવામાં આવતી હતી. તેમના બાદ ગરીબોને પૈસા આપી તેમના પર એડ્રેસ બદલાવી લેવાતું હતું અને પછી આ એડ્રેસ પર બેન્ક એકાઉન્ટ ખોલી વૃદ્ધોના ખાતા ખાલી કરી દેતા હતા. પોલીસે આ તમામ બેન્કોમાં અંદાજે 1000 ખાતાઓની જાણકારી મેળવી છે.
આવા જ ફ્રોડના મૂળીયા ઘણા અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યા છે. ડીસીપી એંટો અલ્ફોંસએ કહ્યું કે, ફ્રોડનો સાગરિત ઝારખંડનો અલીમુદ્દીન અંસારી (ઉંવ 27) છે. પોલીસે તેને અને આઝમગઢના મનોજ યાદવને પકડી લીધા છે. તેમની પાસે અલગ અલગ બેન્કના એકાઉન્ટ, 81 ડેબીટ કાર્ડ, 104 ચેકબુક, 130 પાસબુક, 31 સીમ કાર્ડ, આઈડી પ્રુફની ઝેરોક્ષ વગેરે મળી આવ્યું છે. તે તમામ જપ્ત કરવામાં આવ્યું છે. 
કરોડોના ઓનલાઈન ફ્રોડ કરનાર અલીમુદ્દીન અંસારીએ પુછપરછમાં ઘણી ચોંકાવનારી વાત કરી છે. પોલીસને તેણે કહ્યું કે તે ગરીબ લોકોને લાલચ આપીને તેમની આઈડીનો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ ખોલતો હતો. તે પછી પોતાના શિકારના પૈસા તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો અને પૈસા આવ્યાના થોડી મીનીટોમાં પૈસા ઉપાડી લેતો હતો.