મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આતંકવાદી અફઝલની જેમ નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોની લાશને તિહાડમાં નહીં દફનાવાય, પરંતુ તે લોકોની લાશોને પરિવારને આપી દેવામાં આવશે. ચારેયને 22 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે તિહાડની જેલ નંબર 3માં એક સાથે ફાંસી પર લટકાવી દેવામાં આવશે. તે માટે યુપીના જેલ વિભાગની તરફથી તિહાડમાં જલ્લાદ મોકલવામાં આવશે. તિહાડ જેલએ યુપી પાસે બે જલ્લાદ માગ્યા છે. કાનપુરમાં રહેનાર જલ્લાદની વૃદ્ધ થઈ ચુક્યા છે, તેથી આશા છે કે મેરઠ વાળો જલ્લાદ જ આ ચારેયને ફાંસીએ લટકાવશે.

તિહાડ જેલ અધિકારીઓ તરફથી એ વાતની જાણકારી મળી કે તેમના નામ ડેથ વોરંટ ઈશ્યૂ કરતાં જ સૌથી વધુ જે પત્રવ્યવહાર થશે તે લાલ રંગના પરબીડિયામાં હશે. આવું એટલે કરવામાં આવશે, કારણ કે તેનાથી સંબંધિત જે પણ ફાઈલો કે અન્ય સરકારી પત્રોની લેવડ-દેવડ થશે. લાલ રંગ દેખતાં જ બધુ સમજાઈ જશે કે તેમાં કોઈ પણ પ્રકારની કોઈ ભૂલ કે મોડું કરવાનું નથી. જેલના સૂત્રોનું કહેવું છે કે ચારેયને તિહાડની જેલ નં. 3માં ફાંસી પર લટકાવાશે. મંગળવારે કોર્ટ દ્વારા આ ચારેયના નામે ડેથ વોરંટ ઈશ્યૂ કરાયા હતા. તે બુધવારે સવારે તેમને આપી દેવામાં આવ્યા હતા. આ વખતે તેમના પગ લથડી પડ્યા હતા, પરંતુ તેમાંથી કોઈએ પણ પોતાાના ગુના સંદર્ભે પસ્તાવો દર્શાવ્યો ન હતો.

જેલ અધિકારીઓનું કહેવું છે કે 22 જાન્યુઆરીની સવારે તેમને ફાંસી પર લટકાવી દેવાશે. પરંતુ તે પહેલા એક ક્યૂરેટિવ કે પછી રાષ્ટ્રપતિના નામે અરજી આપે છે તો તે સમયે તેમની ફાંસી વિચાર પર મુકી દેવાશે. જ્યાં સુધી તેમના અંગે અંતિમ નિર્ણય ન થાય. પરંતુ હવે સ્થિતિમાં જો તેમની દયા અરજી ફગાવાય તો 14 દિવસના સમય વધુ મળી જાય તે મુશ્કેલ છે. કારણ કે તે પહેલા તેમને નોટિસ આપીને સમય અપાઈ યુક્યો છે અને ફરી મંગળવારે ડેથ વોરંટ ઈશ્યૂ થયા બાદ પણ તેમને 14 દિવસ પસ્તાવો કરવાનો સમય આપ્યો હતો.

14 ઓગસ્ટ 2004માં કોલકત્તા, અલીપુર સેન્ટ્રલ જેલમાં એક નાબાલિક સ્કૂલની દીકરી સાથે રેપ કરવાના કેસમાં ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. તે ફાંસી પ્રોફેશનલ જલ્લાદ નાટા મલિકએ આપી હતી. 15 વર્ષ પહેલા થયેલી આ ફાંસી કોઈ જલ્લાદના હાથે અપાનારી છેલ્લી ફાંસી હતી. તે પછી આજ સુધી છેલ્લી ત્રણ ફાંસી જે થઈ તેમાં પ્રોફેશનલ જલ્લાદની મદદ લેવાઈ ન હતી. જોકે વગર જલ્લાદે અપાનારી આ ત્રણે ફાંસીમાં એક વાતની સામ્યતા હતી કે ફાંસી પર ચઢાવાયેલા ત્રણેય દોષિત આતંકવાદી કેસમાં શામેલ હતા. અજમલ કસાબ અને અફ્ઝલ ગુરુને જેલના કર્મચારીઓએ જ ફાંસી આપી દીધી હતી. ઉપરાંત નાગપુર સેન્ટ્રલ જેલમાં મુંબઈ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણને પણ જલ્લાદની જગ્યાએ કર્મચારીઓએ જ લીવર ખેંચીને ફાંસી આપી હતી.