મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: શહેરમાં લાંબા સમયબાદ ફરી એક વખત બાઇક સવાર અછોડા ગેંગ સક્રીય બની છે, જેને એક કલાક જેટલા સમય ગાળામાં શહેરના ચાર જૂદા જૂદા સ્થળેથી મહિલાઓના અછોડા તોડી ફરાર થઇ ગયા હતા. જ્યાંરે એક સ્થળેથી મહિલાના દાગીના પણ ઉતારી લેવામાં આવ્યાં હોવાની ઘટના સામે આવી છે. ચોવીસ કલાક પોલીસ પેટ્રોલીંગ કરતા હોવાની વાતો કરનાર શહેર પોલીસ સામે અછોડા તોડ ગેંગે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં શહેરના પાણીગેટ, હરણી, વારસીયા અને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવો બન્યા હોવાની ઘટના સામે આવી છે.

શહેરના વાઘોડીયા રોડ ખાતે આવેલી જલારામબાપાનગરમાં સોસાયટીમાં રહેતા કાશમીરાબેન કીર્તીભાઇ શાહ આજે સવારે 10- 30 વાગ્યાની આસપાસ દેરાસરમાંથી પૂજા અર્ચના કરી બહાર નિકળ્યા હતા. જ્યાં તેઓ રિક્ષા રાહ જોઇ દેરાસરની બહાર કંચનબેન સાથે ઊભા હતા, ત્યાં અચાનક એક પલ્સર બાઇક ઉપર સવાર બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવી પહોંચ્યા અને કાશમીરાબેને ગળામાં પહેરેલો અછોડા તોડી ફરાર થઇ ગયા હતા. જોકે ત્યારબાદ આ બન્ને અછોડા તોડ 11 વાગ્યાની આસપાસ વાઘોડીયા રોડ પર આવેલા પૂનમ કોમ્પલેક્ષ પાછળ સાંઇ વિહાર કોમ્પલક્ષ પાસેથી પસાર થઇ રહેલા સુવર્ણાબેને ગળામાં પહેરેલા રૂ. 1.20 લાખનુ મગંળસૂત્ર લુંટી ફરાર થઇ ગયા હતા.

જોકે ત્યારબાદ 11-15 વાગ્યાની આસપાસ બાઇક પર સવાર અછોડા તોડ વારસીયા રીંગ રોડ પર આવેલા પરાગ નગરમાં રહેતા અનસોયાબેન રમેશ પટેલની લોટની દુકાને પહોંચ્યા હતા. જ્યા તેમણે અનસોયાબેનના પતિ રમેશભાઇને સરનામુ પુછવાના બહાને વાત કરી પીવાનુ પાણી માંગ્યુ, જ્યા રમેશભાઇ ઘરમાં પાણી લેવા ગયા, ત્યાં તો અછોડા તોડોએ દુકાનમાં બેંસેલા અનસોયાબેનના ગળામાં હાથ નાખી રૂ. 34,000ની કિંમતનો અછોડો તોડી ફરાર થઇ ગય હતા. અને ત્યારબાદ 12 વાગ્યાના અરસામાં પલ્સર બાઇક પર સવાર અછોડા તોડ ટોળકી કારેલીબાગ વિસ્તારમાં ત્રાટકી, જ્યાં આદિનાથ સોસાયટીમાં રહેતા અશ્વીનીબેન ભરતભાઇ શાહ માંડવી જવા માટે રિક્ષાની રાહ જોઇ પાયલ પાર્ક પાસે ઉભા હતા, તે સમયે રિક્ષા ચાલકને સરનામુ પુછવાનુ બહાને ધ્યાન ભટકાવી અશ્વીનીબેનના ગળામાં હાથ નાખી રૂ. 30નો અછોડો તોડી ફરાર થઇ ગયા હતા. જ્યારે જૂના પાદરા રોડ વિસ્તારમાં રહેતી એક મહિલાના દાગીના ઉતારી લેવાયા હોવની ઘટના પણ જાણવા મળી રહીં છે. તદઉપરાંત કારેલીબાગ, વારસીયા અને પાણીગેટ વિસ્તારમાં રહેતી અન્ય ત્રણ જેટલી મહિલાઓના પણ અછોડા તોડી બાઇક સવાર લુંટારૂઓ ફરાર થયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.