મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામના પનોતા પુત્ર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ગુજરાતી ભાષાની સાંપ્રત અને ચિંતન એમ બન્ને કાંઠેથી આત્મસાત કરનાર વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. દરેક પરિસ્થિતિને આગવી રીતે આ લેખોનું તેમનો આગવો અંદાજ છે તેમણે ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, વિદેશ પ્રવાસ વર્ણનો, ગલ્ફ વોરની કથાઓ અને ઇતિહાસ ગ્રંથો પણ લખ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રમાં તેમના યોગદાન અભૂતપૂર્વ છે. ચીલા ચાલુ પત્રકારત્વ થી હટકે નવો જ ચીલો ચતર્યો છે. આજે તેઓ આગામી ઘણા પત્રકારો માટે એક રોલ મોડેલ છે.દેવેન્દ્ર પટેલને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
રવિવારે મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓની નિસ્વાર્થ પણે સેવા કરતા તેમજ  તરછોડાયેલી અને અત્યાચારનો ભોગ બનેલી મંદબુદ્ધિની મહિલાઓ માટે આશ્રય સ્થાન એવા “ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ” બાયડ ખાતે વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલના ૧) અલંકૃતા,૨)જીવન પ્રકાશ, ૩)કમરજહાં અને ૪)બ્રિટિશ ઇન્ડિયા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ચીફ એકઝ્યુકેટીવ એડિટર મહેશ લીલોરિયા, અને રેસિડેન્ટ એડિટર રાજેશ.સી.પાઠક ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રેરક વક્તા અને કલગી ફાઉન્ડેશનના સ્થાપક કલગી રાવલ,મિસિસ યુનિવર્સલ શ્રીમતી નીપા સિંહ,ઉર્દુ સાહિત્યકાર કમરજહાં,બ્રહ્મધામના મહામન્ત્રી બાબુલાલજી એસ.રાજપુરોહિત,ફ્રેન્ડ્સ ગ્રુપ ઓફ કંમ્પનીના સીએમડી સુખરાજજી સિંધવી અને નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય માર્ગ અને મકાન વિભાગના આસી.એન્જીનીયર નિર્મલ ચૌધરીના હસ્તે કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો આ કાર્યક્રમમાં જીલ્લાના અગ્રણીઓ અને સમાજસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા આશ્રમ-બાયડના અશોકભાઈ જૈન અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.