મેરાન્યૂઝ નેટવર્ક.હૈદરાબાદઃ હૈદરાબાદના શાદનગરમાં વેટનરી ડોક્ટર સાથે રેપ અને તેની નિર્મમ હત્યાના કેસમાં એક ચોંકાવનારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. શુક્રવારે સવારે જ કેસના ચારે આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ, પોલીસે તપાસ માટે આ આરોપીઓને ઘટના સ્થળ કે જ્યાં તેઓએ રેપ કર્યો હતો ત્યાં લઈ જવાયા હતા. ત્યાંથી ચારેય શખ્સોએ ફરાર થવાના પ્રયત્નો કર્યા પરંતુ પોલીસે તેમને ત્યાં જ ઢેર કરી દીધા.

આપને જણાવી દઈએ કે હૈદરાબાદ શાદનગરમાં વેટનરી ડોક્ટર સાથે રેપ અને તેને સળગાવી દઈ તેની હત્યા કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓ શિવા, નવીન, કેશવુલૂ અને મહોમ્મદ આરીફને રિમાન્ડમાં રાખ્યા હતા. જાણકારી મળી રહી છે કે પોલીસ તપાસ માટે ચારેય તે ફ્લાઈઓવરના નિચે લઈ જવાયા હતા. જ્યાં પીડિયાને તેઓએ આગના હવાલે કરી હતી. ક્રાઈમ સીનને રિક્રીએટ કરાઈ રહ્યો હતો. આ દરમિયાન ચારેય શખ્સોએ ભાગવાના પ્રયત્નો કર્યા. તેમાં પોલીસે ગોળીઓ ચલાવી અને તેઓને ઠાર કરાયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ કમિશનરે તેની પૃષ્ટી કરી છે. જે હેવાનીયત ભર્યો આ કેસ હતો તેમાં દેશ આખામાં ઉકળાટ હતો અને ચારેયને ફાંસી આપવાની માગ ઉઠી હતી. 27 નવેમ્બરની એ રાત પીડિતા માટે અત્યંત પીડાદાયી હતી. સોશ્યલ મીડિયા હાલ પોલીસના એન્કાઉન્ટરની કામગીરીથી સરાહના કરી રહ્યું છે. 

શમસાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીનું કહેવું છે કે, સાઈબરાબાદ પોલીસ આરોપીઓને ક્રાઈમ સ્પોટ પર રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવીને તેમના પર ફાયરિંગ કરી દીધું. પોલીસે પોતાની આત્મરક્ષામાં આરોપીઓ પર ફાયરિંગ કર્યું જેમાં આરોપીઓનું મોત થઈ ગયું.

પીડિતાના પિતાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમારી દીકરીના મૃત્યુને આજે દસ દિવસ થઈ ગયા છે અને આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે એ બદલ હું પોલીસને અભિનંદન આપું છું. હવે મારી દીકરીની આત્માને શાંતિ મળશે." પીડિતાનાં બહેને એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, "આ એક ઉદાહરણ બનશે અને બજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનો વિચાર કરવાથી પણ હવે ડરશે." "ઘટના પછી અમારી પડખે રહેવા બદલ હું તમામનો આભાર માનું છું."