મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રહેતા નિવૃત શિક્ષકના ફેસબૂક આઈડી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને મેસેન્જર એપની મદદથી ચેટીંગ કરીને ગિફ્ટ મોકલવાની લાલચ આપીને દિલ્હી અને આફ્રિકાના ઠગ ઈસમોએ અલગ અલગ બેંક ખાતામાં ૨૭ લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરી હતી. આ મામલે ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામા આવતા પોલીસ ટીમે બે વિદેશી અને એક દિલ્લીના ઇસમને ગાજીયાબાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા શહેરમાં રહેતા નિવૃત શિક્ષક શ્રીપાદ મુરલીધર સરપોતદાર નિવૃતમય જીવન ગુજારે છે. તેમના ફેસબુક એકાઉન્ટ પર અન્ય એક એફબી એકાઉન્ટ પરથી રિકવેસ્ટ આવી હતી.ત્યારબાદ રીક્વેસ્ટ સ્વીકાર કરતા ચેટિંગ કરીને તેમને ગિફ્ટ મોકલવાની છે. તેમ કહીને વોટસએપ નંબર માગી કુરિયર પાર્સલ રીસીપ્ટ મોકલીને શિક્ષકને ફોન કરીને તમારું ગિફ્ટ પાર્સલ છે. તેને મૂકવા માટે બ્રિટિશ સિક્યુરિટીના માણસો આવશે તેમ કહીને શિક્ષક અને તેમની પત્નીના ખાતા માંથી ૨,૯૨,૦૦૩ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી હતી.

Advertisement


 

 

 

 

 

ત્યાર પછી પણ અલગ અલગ નવ જેટલા બેંક ખખાતામાં ૨૭,૭૬,૫૦૧  લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી હતી.આ મામલે શિક્ષકને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું માલુમ થતા તેમને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતા.પીઆઈ જે.એન.પરમાર તેમજ પોલીસ ટીમ દ્વારા ઝીણવટપુર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઠગાઈ કરનારા આરોપીઓને ઉત્તર પ્રદેશ રાજ્યના  ગાઝિયાબાદથી ઝડપી પાડયા હતા.પકડાયેલા આરોપીઓમાં (૧) ડેવિડ એડન, રહે દિલ્લી મુળ વતની કોંગો, આફ્રિકા (૨) સોબા ઓગસ્ટીન, રહે દિલ્લી, મૂળ વતની નાઇઝીરીયા, આફ્રિકા (૩) નરેશ ચોપરા નવી દિલ્લીનો સમાવેશ થાય છે. આરોપીઓને ઝડપી લાવીને ગોધરા ખાતે કોર્ટમાં  રિમાન્ડ માટે રજૂ કરી વધુ પુછપરછ હાથ ધરાઈ છે.