મેરાન્યૂઝ નેટવર્ક.જયપુરઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આ વખતે રાજસ્થાનની રાજ્યસભા બેઠક પર થનારી પેટા ચૂંટણાં કોંગ્રેસની તરફથી ઉમેદવાર હશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ 13 ઓગસ્ટે પોતાનું નોમિનેશન ફાઈલ કરશે. તે સાથે ફરી એક વાર મનમોહનસિંહ રાજ્યસભાં જાય તેવું લગભગ નક્કી મનાય છે. મનમોહનસિંહ કેટલાક સમય પહેલા રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્યોના એક કાર્યક્રમના સમાપન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે શામેલ થયા હતા. તે પછીથી જ એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે તે આ વખતે રાજસ્થાનથી જ રાજ્યસભામાં જશે.

આપને જણાવી દઈએ કે રાજસ્થાન ભાજપના અધ્યક્ષ રહેલા મદન લાલ સૈનીના નિધનના કારણે રાજસ્થાનથી રાજ્યસભાની એક સીટ માટે પેટા ચૂંટણી થઈ રહી છે. આ સીટ પર 26 ઓગસ્ટે ચૂંટણી થશે અને તે જ દિવસે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. રાજસ્થાનમાં કોંગ્રેસની બહમુતી હોવાના કારમે પાર્ટી આ સીટ જીતે તે સંપુર્ણ રીતે શક્ય છે.

મનમોહન સિંહ પ્રથાનમંત્રી રહેતા આસામથી રાજ્યસભાના મેમ્બર હતા. તે અંદાજીત ત્રણ દાયકાથી આ ઉચ્ચ સદનના સદસ્ય રહ્યા છે. તે 1991થી 2019 સુધી રાજ્યસભાના સદસ્ય રહ્યા. રાજ્ય સભામાં તેમનો કાર્યકાળ 14 જૂને ખત્મ થયો છે. તે બાદ કોંગ્રેસ માટે કોઈ જગ્યા ખાલી ન હતી અને સિંહને ફરીથી એટલે નક્કી ન કરાયા કારણ કે આસામમાં કોંગ્રેસ હવે સત્તામાં નથી.