મેરાન્યૂઝ નેટવર્ક.ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની એક અદાલતે સત્તાથી બેદખલ કરી દીધેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને ભ્રષ્ટાચાર મામલામાં શુક્રવારે 10 વર્ષના કારાવાસની સજા સંભળાવી છે. નવાઝની દીકરી મરિયમને પણ 7 વર્ષની સજા સંભળાવાઈ છે. કોર્ટે નવાઝ અને મરિયમ પર ક્રમશઃ 80 લાખ પાઉન્ડ (અંદાજીત 73 કરોડ રૂપિયા) અને 20 લાખ પાઉન્ડ (18.2 કરોડ રૂપિયા)નો દંડ પણ લગાવ્યો છે. કોર્ટના જજ મહોમ્મદ બશીરે નવાઝના જમાઈ કેપ્ટન (નિવૃત્ત) સફદરને એક વર્ષની સજા સંભળાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે નવાઝને ગુરુવારે પોતાના પત્ની કુલસુમ નવાઝની સાથે હવાલો દેતા મામલામાં નિર્ણય સાત દિવસ બાદ સંભળાવવાની અપીલ કરી હતી. જજે શરીફની અપીલને ખારીજ કરતા એવનફિલ્ડ ભ્રષ્ટાચાર કેસ પર સજાનું એલાન કર્યું હતું. નવાઝ અને તેની દીકરી હાલ લંડનમાં છે, જ્યાં કુલસુમ નવાઝના કેન્સરની સારવાર ચાલી રહી છે.

કોર્ટે નિર્ણય કર્યા બાદ નવાઝના ભાઈ અને પંજાબના પૂર્વ સીએમ શાહનવાઝ શરીફે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, અમે ન્યાય માટે તમામ કાયદાકીય રસ્તા નક્કી કરશું. નવાઝ શહીફ હંમેશા બહાદુરી સાથે લડશે.

નવાઝ શરીફ 14 જુને લંડન માટે રવાના થઈ ગયા હતા જ્યારે કોર્ટે તેમને પેશીમાંથી છૂટ આપી હતી. કુલસુમની તબીયતનો હવાલો આપી શરીફે 19 જુને પેશીથી છૂટ આપવાની અપીલ કરી હતી. 23 જુન સુધી પેશીથી છૂટ આપી દેવાઈ હતી. તે પછી એવી જ અપીલ 25 જુને કરાઈ જેમાં તેમણે ત્રણ દિવસનો સમય માગ્યો હતો. જેને કોર્ટે ખારીજ કરી દીધી હતી. નવાઝની દીકરીને 27 જુને પાકિસ્તાન આવવાનું હતું, પણ તે હજુ પણ લંડનમાં જ છે.

નવાઝ અન તેના પરિવાર સામે નેશનલ અકાઉન્ટીબિલિટી બ્યૂરો (એનએબી)એ ભ્રષ્ટાચારના ત્રણ કેસ દાખલ કર્યા છે. તેમાં એવનફિલ્ડ પ્રોપર્ટીઝ, ગલ્પ સ્ટીલ મિલ્સ અને અલ-અજીજા સ્ટીલ મિલ્સથી જોડાયેલા કેસ શામેલ છે. નવાઝ પરિવાર સામે ગત વર્ષે 14 ડિસેમ્બરથી સુનાવણી ચાલી રહી છે.