મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: બાયડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં યોજાયેલી બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ધારાસભ્ય તરીકે જંપલાવનાર અને હારનો સામનો ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાં ખેતીના નુકશાન કરવામાં ખેતીવાડી વિભાગના બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરી ખેડૂતોને સરકાર તરફથી સહાય મળી શકે તેમ ન હોવાથી પ્રાંત અધિકારી બાયડને આવેદનપત્ર આપી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી હતી .

ગુજરાતમાં સારા વરસાદની આશાએ મોંઘાદાટ બિયારણ સહિતના ખર્ચાઓ કરી ખેતીમાં સારો પાક મળે તેવી આશાએ ખેતી કરનાર ખેડૂતોની હાલત હાલ દયનિય બની છે સારા વરસાદ પછી કમોસમી વરસાદે અને વાવાઝોડાએ ખેડૂતોના મહામુલા પાકનો સોથ વાળી દેતા ખેડૂતો દેવાના ડુંગર તળે દટાયા છે રાજ્ય સરકારે કમોસમી વરસાદમાં નુકશાન ભરપાઈ કરવા માટે ખેફૂટો માટે ૭૦૦ કરોડ રૂપિયા ફાળવણી કરી છે ત્યારે બાયડ તાલુકામાં કમોસમી વરસાદ પછી પાક નિષ્ફળ જતા ખેતીવાડી વિભાગ તરફથી સર્વેની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની સાથે કેટલીક જગ્યાએ તો ઘરે બેઠા બેઠા અધિકારીઓએ સર્વે કર્યો હોવાથી આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ સાથે ફરીથી બાયડ તાલુકામાં કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગે રીસર્વેની માંગ સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોના  હિતમાં કામગીરી કરવામાં આવેની માંગ કરી હતી .

એકબાજુ કોંગ્રેસ અને ખેડૂતોના વિવિધ સંગઠનો ખેડૂતોને સરકારે જાહેર કરેલી સહાય લોલીપોપ ગણાવી રહ્યા છે બીજીબાજુ  બાયડ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સરકારી એજન્સીના લીધે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાનો સૂરમાં સુર પુરાવી રહ્યા  હોય તેવું દ્રશ્ય ઉભું થઇ રહ્યું છે.