મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નવા ગવર્નર તરીકે પૂર્વ નાણા સચિવ શક્તિકાન્ત દાસની નિમણૂંક કરવામાં આવી છે. ઉર્જીત પટેલના રાજીનામા બાદ ખાલી પડેલા આ પદ પર તેમની નિમણૂંક કરવામાં આવી છે.

દાસે વર્ષ 2015થી 2017 દરમિયાન ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી તરીકે કામગીરી કરી હતી. હાલ તે દેશના ફાઈનાન્સ કમિશનના સભ્ય પણ છે. આ સિવાય તે ગ્રુપ ઓફ 20 સમિટના ભારતના પ્રતિનિધિ છે.

શક્તિકાન્તા  દાસ  1980ની બેચના IAS અધિકારી છે તેઓ તમિલનાડુ કેડરમાં હતા 2015 થી 2017 સુધીના  દેશના ભૂતપૂર્વ આર્થિક બાબતોના સચિવ, શક્તિકાન્તા દાસે સેન્ટ્રલ બેંક સાથે  કામ કર્યું હતું અને હાલમાં તેઓ ભારતના નાણા પંચના મેમ્બર પણ છે અને G-20 સમિટના ગ્રુપમાં ભારત સરકારના પ્રતિનિધિ પણ છે. તેઓ મે, 2017 સુધી ભારત સરકારના આર્થિક બાબતોના સચિવ હતા અને જ્યારે  નોટબંધી તેમના કાર્યકારમાં જ કરવામાં આવી હતી,જયારે નોટબંધીમાં સરકારને  કેશનો પુરવઠો પહોંચાડવામાં તકલીફ હતી ત્યારે દાસ સરકારનો બચાવ કરતાં નજરે પડતા હતા.

ગઈ કાલે અચાનક RBIના ગર્વનર ઊર્જિત પટેલ દ્વારા આપવામાં આવેલા રાજીનામાં બાદ સરકારે ત્વરિત અને તાત્કાલિક નિર્ણયથી નવા ગવર્નરની નિમણુંક કરી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કમાન નવા હાથમાં આપી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી ઊર્જિત પટેલના રાજીનામાંનું કોઈ ચોક્કસ કે સચોટ કારણ બહાર આવ્યું નથી, ગઈ કાલે ઊર્જિત પટેલના રાજીનામાંથી સરકાર પ્રત્યે લોકો અને રાજકારણીયોની ટીકાઓ સામે આવી હતી. ઊર્જિત પટેલે આપેલા રાજીનામાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે અને તેમણે રાજીનામાંમાં RBIના અધિકારો અને સ્ટાફની મહેનત અને કામના વખાણ કર્યા હતા.