મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબીયત લથડતાં તેમને સારવાર માટે એઈમ્સ હોસ્પિટલ ખસેડવમાં આવ્યા છે. તેમની હાલત હાલ સ્થિર છે. એઈમ્સ દ્વારા આ અંગે મેડિકલ હેલ્થ બુલેટિન જાહેર કરાયું હતું. જેમાં તેમની હાલત સ્થિર હોવાનું કહ્યું હતું. તે આઈસીયૂમાં દાખલ છે હાલતો અને તેમના બ્લડ સેમ્પલ અને યુરિન પ્રોફાઈલની રિપોર્ટ આવ્યા પાછી તબીબોએ તેમને દાખલ થઈ જવાની સલાહ આપી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાની જાણકારી મળતા વડાપ્રધાન નરેદ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ તેમની ખબર પુછવા આવ્યા હતા.

એઈમ્સના હૃદય રોગના વરિષ્ઠ તજજ્ઞ ડો. વીકે બહલ ઉપરાંત નેફ્રોલોજી, ઈંડોક્રોઈનોલોજી સહિત પાંચ વિભાગોના વરિષ્ઠ તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી છે. કહેવાઈ રહ્યું છે કે તેમને છાતીમાં દુખાવા ઉપરાંત શ્વાસ લેવામાં પણ તકલીફ છે.

એઈમ્સના પલ્મોનરી વિભાગના વરિષ્ઠ ડોક્ટરએ તપાસમાં ફેફસાઓમાં પાણી ભરાયાની જાણ થઈ હતી. કહેવાઈ રહ્યું છે કે તે માટે પૂર્વ નાણાં મંત્રીને એન્ટીબાયોટિક દવાઓનો ડોઝ આપવાનો પણ શરૂ કરી દીધો છે.

એઈમ્સના વરિષ્ઠ તબીબે કહ્યું કે શુક્રવારે સાંજે 7 કલાકે આવેલી મેડિકલ રિપોર્ટ મુજબ હાલ તેમનું સ્વાસ્થ્ય ઘણું નિયંત્રણમાં છે. કેટલાક મહિના પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. તે પછી રુટીન ચેકઅપ માટે દર્દીઓને આવવાનું સ્વાભાવિક હોય છે.