મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતના ભૂતપૂર્વ DGP કે. ચક્રવર્થીનું મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓની ઉંમર 76 વર્ષ હતી અને છેલ્લા 15 દિવસની નાદુરસ્ત તબિયતને લઇને હોસ્પિટલમાં દાખલ હતા. પૂર્વ DGP કે. ચક્રવર્થી ગુજરાતમાં 2002ના કોમી રમખાણો દરમિયાન રાજ્યના પોલીસવડા હતાં. તેઓ 1 એપ્રિલ 2001થી 31 જાન્યુઆરી 2004 દરમિયાન ગુજરાત પોલીસના વડા રહ્યા. નિવૃત્તિ બાદ તેઓ મુંબઇમાં સ્થાયી થયા હતાં.

ગુજરાતના હાલના પોલીસ વડા આશિષ ભાટિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી  કે. ચક્રવર્થીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે બે મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.