મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જમ્મૂ કશ્મીરના કેન્દ્ર શાસિત બન્યા બાદ જમ્મૂમાં પહેલી વાર પૂર્વ ડીજીપી ડો. વૈદ દરેક મુદ્દા પર ખુલીને બોલ્યા છે. તેમણે એક વેબસાઈટ અમર ઉજાલાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કંધાર કાંડ સાથે જોડાયેલી કેટલીક બાબતો પર બેખોફ પ્રતિક્રિયાઓ આપી છે. ત્યાં આતંકવાદની તૂટતી કમર પર તેમનું કહેવું છે કે આતંકવાદ અને અલગાવાદ હવે પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. કારણ, એક તો કશ્મીરી યુવા તેની હકીકત સમજી ચુક્યો છે. બીજુ અનુચ્છેદ 370ની જોગવાઈઓને હટાવ્યા પછી આત્મવિશ્વાસ વધ્યો છે. કેન્દ્રના નિર્ણય પછી સંચાર નેટવર્ક ઠપ કરીને સારું કામ કર્યું હતું, કારણ કે તેનાથી પાકિસ્તાનને કશ્મીરમાં યુવાનોમાં કટ્ટરતા ફેલાવવાની તક મળી ન શકી.

પૂર્વ ડીજીપી કહે છે કે, આતંકી અઝહર મસૂદને કંધાર કાંડ દરમિયાન છોડવાનો રંજ છે. તે તે સમયે જમ્મૂના ડીજીપી હતા અને અઝહર મસૂદ કોટ ભટવાલ સેન્ટ્રલ જેલમાં બંધ હતો. તેને લેવા માટે દિલ્હીથી સ્પેશ્યલ પ્લેન ટેક્નીકલ એરપોર્ટ આવી ચુક્યું હતું. તેને ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી તેમને સોંપાઈ હતી. તે સમયે તેમણે દિલ પર પત્થર મુકીને તેને એરપોર્ટ પહોંચાડ્યો હતો. આ વાત હું આજે પણ ભૂલી શક્યો નથી તેવું તેમનું કહેવું છે.

પોલીસ વિભાગમાં 34 વર્ષથી વધુ સમય સુધી અલગ અલગ પદો પર રહેલા ડો. વૈદ હાલમાં જ સેવાનિવૃત્ત થયા છે. વિલેજ ડિફન્સ કમિટિ (વીડીસી) અને કમ્યુનિટી પોલીસિંગ શરૂ કરનાર ડો. વૈદ દાવા સાથે કહે છે કે જમ્મૂ કશ્મીર પોલીસ દેશની સૌથી સારી અને અનુશાસિત ફોર્સ છે. સિવાય કે આતંકિઓ અને પત્થરબાજોથી લડવા સાથે જ સમાજના એક તબક્કા સાથે પણ ઝઝૂમવું પડે છે.

આતંકવાદીઓ તરફથી તેમના પર ચાર વખત હુમલો કરવામાં આવ્યો. એક હુમલામાં તો તે એક હાથની આંગળી ગુમાવી ચુક્યા છે. માથામાં ઈજા થવાના કારણે ઓપરેશન કરાવું પડ્યું હતું. તેમના ડીજીપી રહેતા પહેલીવાર અલગાવાદીઓ પર સકંજો કસી શકાયો હતો. બાગમાં એનઆઈએએ રેડ કરી અલગાવાદીઓની પ્રવૃત્તિઓ જ ફક્ત ઉજાગર ન કરી પણ તેમની ધરપકડ પણ કરી હતી.

પૂર્વ ડીજીપી કહે છે કે પોલીસની નોકરીમાં સતત રાજનૈતિક નેતૃત્વના દબાણમાં રહેવું પડે છે. તેમણે પૂર્વ મુખ્યમંત્રી ડો. ફારુક અબદુલ્લાહ, મહેબુબા મુફ્તી, ગુલામ નબી આઝાદ, ઉમર અબદુલ્લાહ તથા મુફ્ચી મહોમ્મદ સઈદ સાથે કામ કર્યું હતું. ઘણી વાર દબાણ આવવા છતાં તેમણે તમામને ટેકલ કર્યા અને નિર્ણય ન બદલ્યા. તે સાથે જ તે એક ઘટના અંગે કહેતા અફસોસ પણ કરે છે.

તેમના મુજબ, પાકિસ્તાની સેના જ્યારે આપણા જવાનોને સ્નાઈપરથી વધુ નિશાન બનાવવા લાગી તો સેનાએ સ્નાઈપર રાઈફલની મદદ માગી હતી. અમારી પાસે અંદાજીત 150 રાઈફલ્સ હતી, જે ડીજીપી રહેતા એસોજીના માટે મગાવાઈ હતી. આ દરમિયાન સેનાને રાઈફલ્સ આપવા માટે તાત્કાલીક રાજનૈતિક નેતૃત્વથી વાત કરી પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે કોઈનું નામ તો ન લીધું પરંતુ ઈશારો પૂર્વ મૂખ્યમંત્રી મહેબૂબા મુફ્તી તરફ હતો.

હિજબુલ આતંકી બુરહાન વાનીને ઠાર કર્યા પછી ઘાટીમાં અશાંતિ માટે પાકિસ્તાનના કહેવા પર મહિલા અલગાવાદી આસિયા અંદ્રાબીએ મહિલા પત્થરબાજોની ફૌજ તૈયારી કરી હતી. તેના માટે મહિલા કોલેજોમાં ખાસ કરીને ટીમ તૈયાર કરાઈ હતી. પોલીસે ટીમમાં શામેલ વિદ્યાર્થિનીઓને સમજાવી. પ્રિન્સિપલ્સ અને અન્યો સાથે વાતચિત કરી. આ રીતે ધીમે ધીમે મહિલાઓ તરફથી પત્થરબાજીની ઘટનાઓને અંકુશમાં લેવાઈ હતી.