મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલુરુઃ ગુરુ રાઘવેન્દ્ર બેન્ક(Guru Raghavendra Bank)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) એમ વાસુદેવ મઈયા સોમવારે સાંજે પોતાના જ ઘર પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હજુ સુધી એમ વાસુદેવ મઈયાની મોતના કારણમાં હજુ પૃષ્ટી થઈ નથી. ગુરુ રાઘવેન્દ્ર બેન્કનું મુખ્યાલય દક્ષિણ બેંગલુરુમાં છે. ઉલ્લેખનીય છે કે આ બેન્ક આ વર્ષે જાન્યુઆરીમાં તે સમયે ચર્ચાઓમાં આવી હતી જ્યારે ભારતીય રિઝર્વ બેન્કએ 1400 કરોડથી વધુની નાણાકિય ગેરરિતીઓની તપાસ શરૂ કરી હતી. કેન્દ્રીય બેન્કએ જન્યુઆરીના શરુમાં આગામી છ મહિના સુધી કેટલાક પ્રતિબંધો પણ લગાવ્યા હતા. તે અંતર્ગત રાઘવેન્દ્ર બેન્કને આગળ કોઈ લેવડદેવડની પરવાનગી ન હતી અને દરેક જમાકર્તાની ઉપાડની રકમની વધુમાં વધુ લીમીટ 35000 રુપિયા નક્કી કરાઈ હતી.

આ પ્રતિબંધો વચ્ચે, મોટી સંખ્યામાં લોકો બેંકની શાખાઓ પર નાણાં ઉપાડવા માટે કતારમાં હતા. નોંધનીય છે કે આ બેંકના મોટાભાગના થાપણદારો સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો) છે જે તેમના ખર્ચ માટેના રોકાણથી મળેલા વ્યાજ પર આધારિત છે. એમ વાસુદેવ મૈયા સામે છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો અને જાન્યુઆરીમાં તેમને બેંકના ચીફ એક્ઝિક્યૂટિવ તરીકે હટાવવામાં આવ્યા હતા. પૈસા પાછા ખેંચવાની મર્યાદા જાહેર થયા બાદ મૈયાએ એનડીટીવીને કહ્યું હતું કે બેંકમાં ધિરાણ પૂર્વે પૂરતી 'સુરક્ષા રકમ' હોવાથી રોકાણકારોને તેમના નાણાં પરત મળશે.

બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજશ્વી સૂર્યાએ પણ રોકાણકારોને ગભરા ન થવાનું કહ્યું હતું. જૂનમાં, જ્યારે આરબીઆઈ દ્વારા થાપણદારો માટે ઉપાડની રકમ રૂપિયા 35,000 થી વધારીને 1 લાખ કરી દેવામાં આવી ત્યારે બેંકની બહારની કતારો ફરી જોવા મળી હતી. કોરોના વાયરસને કારણે ચાલુ લોકડાઉન છતાં, ઘણા વરિષ્ઠ નાગરિકો વધારાની રકમ ઉપાડવા કતારોમાં ઉભા જોવા મળ્યા હતા. છેતરપિંડીના કેસની તપાસ ચાલુ હોવાથી જૂનમાં વાસુદેવના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ભંડોળની પુનઃપ્રાપ્તિની દેખરેખ માટે એડ્મિનિસ્ટ્રેટર એ.સી. દિવાકરની નિમણૂંક કરવામાં આવી હતી.