રાજકોટ : જેતપુર ખાતે આવેલા જેતલસર જંકશન રોડ પર પીરની દરગાહ પાસે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં માતાએ પોતાની માસૂમ પુત્રી સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. માતા રમેશભાઈ દિવ્યેશભાઈ ઠુમરે પોતાની 6 વર્ષની માસૂમ બાળકી સાથે જાત જલાવીને આત્મહત્યા કરી લેતા ઠુંમર પરિવાર શોકમાં ગરકાવ બની ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક માતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.