મેરાન્યૂઝ નેટવર્ક.ચંદીગઢઃ પાકિસ્તાનના ગોવિંદપુરામાં જન્મેલા મિલ્ખા સિંહનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું હતું. નાનપણમાં જ ભારત પાકિસ્તાનના ભાગલાનું દુઃખ અને પોતાનાઓને ગુમાવ્યાનો રંજ ઉંમરભર પરેશાન કરતો રહ્યો. ભાગલા દરમિયાન ટ્રેનની મહિલા બોગીની સીટની નીટે છૂપાઈને દિલ્હી પહોંચ્યા, શર્ણાર્થી શિબિરમાં રહેવા અને ઢાબા પર વાસણ ઘસીને જીદગીને પાટા પલ લાવવાના પ્રયત્નો કર્યા. પછી સેનામાં દાખલ થઈ એક અનોખા રૂપમાં ઓળખ બનાવી. પોતાની 80 આંતરરાષ્ટ્રીય દોડમાં જ તેમણે 77 દોડ જીતી પરંતુ રોમ ઓલંપિક મેડલ હાથથી જવાનો રંજ તેમને જીવનભર રહ્યો હતો. તેમની આખરી ઈચ્છા હતી કે તે પોતાના જીવતા જીવત કોઈ ભારતીય ખેલાડીના હાથમાં ઓલંપિક મેડલ જુએ પરંતુ અફસોસ તેમની અંતિમ ઈચ્છા તેમના જીવતા જીવત પુરી થઈ શકી નહીં. જોકે મિલ્ખા સિંહની દરેક ઉપલબ્ધી ઈતિહાસમાં નોંધાયેલી રહી અને તે હંમેશા આપણા પ્રેરણાસ્ત્રોત રહેશે.

હાથની રેખાઓથી જીંદગી નથી બનતી, થોડો ભાગ આપણો પણ હોય છે, જીવન બનાવવામાં... જે લોકો ભાગ્યની સહાયથી જીવે છે તેઓ ક્યારેય સફળતા મેળવી શક્તા નથી. મિલ્ખા સિંહે એક મુલાકાતમાં કહ્યું છે, તે આ બાબતો તેમના સંઘર્ષના દિવસોથી લઈ સફળતાના શિખર સુધીની વાર્તા કહી જાય છે.

Advertisement


 

 

 

 

 

દોડવીર બનતા પહેલા તેમનું જીવન કાંટાઓથી ભરેલું હતું. તેમનો જન્મ 20 નવેમ્બર 1929 ના રોજ એક શીખ રાઠોડ પરિવારમાં ગોવિંદપુરા (હાલ પાકિસ્તાનનો ભાગ) માં થયો હતો. તે તેમના માતાપિતાના 15 બાળકોમાંના એક હતા. તેમના ઘણા ભાઈ-બહેનો નાની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. તેમણે જોયું કે તેના માતાપિતા, એક ભાઈ અને બે બહેનો ભાગલાની આગમાં તેમની સામે સળગી રહ્યા હતા. આ દુઃખદાયક દ્રશ્ય પણ રોકાયો હતો. તેમના ભાઈ મલખાન સિંહના કહેવા પર, તેમણે સેનામાં જોડાવાનું નક્કી કર્યું અને ચોથા પ્રયત્ન પછી, વર્ષ 1951 માં તેઓ સેનામાં જોડાયા. ત્યારબાદ ક્રોસ કન્ટ્રી રેસમાં છઠ્ઠા ક્રમે આવ્યા. આ સફળતા પછી, સેનાએ તેમને રમતગમતની વિશેષ તાલીમ માટે પસંદ કર્યા.

1958 માં, ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા.
2001 માં ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડની ઓફર કરવામાં આવ્યો હતો, જેને મિલ્ખા સિંહે ઠુકરાવી દીધી હતી.

દોડવીર તરીકે કારકિર્દી

1956: મેલબોર્નમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં 200 અને 400 મીટરની દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
1958: કટક ખાતે યોજાયેલી રાષ્ટ્રીય રમતોમાં, તેમણે 200 અને 400 મીટરની દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. એશિયન ગેમ્સમાં આ બંને સ્પર્ધાઓમાં તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. 1958 માં, જ્યારે તેમણે બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરના કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે બીજી નોંધપાત્ર સફળતા તેમને મળી. આમ તે કોમનવેલ્થ ગેમ્સની વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર સ્વતંત્ર ભારત તરફથી પ્રથમ દોડવીર બન્યા હતા.