મેરાન્યૂઝ નેટવર્ક.ફ્લોરિડાઃ એક 22 વર્ષના યુવકને તેના જીવનનો સૌથી ભયાનક અનુભવ થયો છે. તે અમેરિકાના ફ્લોરિડામાં એક ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સુર્યોદયના સમયમાં માછલી પકડી રહ્યો હતો. બધું જ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું અને તે એક માછલી પકડવામાં સફળ પણ થયો હતો. જેવી જ તેણે સ્પૂલ રીલને પાછી ખેંચવાની શરૂ કરી, તેણે જોયું કે એક વિશાળકાય મગર પાણીમાં ઝડપભેર તેની તરફ આવી રહ્યો છે. તે તેનું મોંઢું ઊંચુ કરી રહ્યો છે. તે તરત સમજીને પોતાને કિનારાથી થોડું દૂર લઈ ગયો પરંતુ મગર તેની પાછળ આવવા લાગ્યો આ વીડિયો સામે આવ્યો છે. યુવકે પહેલીવાર મગરને જોતાં જ કહ્યું, યીશુ મસીહા, મારે અહીં સાવધાન રહેવાનું છે.

ટોમી લી નામનો આ યુવક પછી થોડો પાછળ હટે છે પરંતુ મગર જાણે તેના પર ભડક્યો હોય તેમ તેની પાછળ આવે છે. થોડીવાર બંને એક બીજાની સામ સામે ઊભા રહી જાય છે બાદમાં ફરી મગર તેની પાછળ દોડે છે અને ટોમી લી જીવ બચાવવા દોટ મુકે છે. દોડતાં દોડતાં તે નીચે પડી જાય છે ફરી તે ઊભો થાય છે અને જીવ બચાવી ભાગે છે. જોકે મગર બાદમાં તેને છોડી દૂર ચાલ્યો જાય છે. જુઓ વીડિયો આ ઘટના ગત 8 મેએ એવરલેડ્સમાં બની હતી.

જે દક્ષિણી ફ્લોરિડામાં આવેલી એક પ્રાકૃતિક જગ્યા છે. ટોમી લી ત્યાં ગોપ્રો કેમેરાથી શૂટ કરી રહ્યો હતો. આ વીડિયો જોઈ રીતસર આપણા પણ રુંવાડા ઊભા થઈ જાય તેમ છે. ટોમી લી જ્યારે મગર જતો રહે છે ત્યારે પણ પાછળ જોવા જાય છે કે મગર પાછો પાણીમાં ગયો છે કે કેમ. આ વીડિયો પર મિશેલ સ્ટેપલ્સ-સ્ટમવોલે કમેન્ટ કરી છે કે, હું તે ઝાડીઓમાં જ્યારે નીચે પડી ગયો ત્યારે ડરી ગયો હતો. ઘડિયાલ ક્યાંય પણ હોઈ શકતો હતો, અથવા એક કે તેથી વધુ સંખ્યામાં મગર અહીં હોઈ શક્તા હતા અને તે ફરી પડી ગયો. ખુશી એ વાતની છે કે કોઈ દૂર્ઘટના ન બની.


 

 

 

 

 

યુઝર જેબીએ કહ્યું, હું તેમને પ્રતિષ્ઠિત ડાર્વિન પુરસ્કાર વિજેતા ઉપવિજેતા ટ્રોફી માટે નામાંકિત કરું છું. એક ત્રીજા યુઝર ફિગોરોઆ, જેમની પાસે ફ્લોરિડાના વન્યજીવો સમર્પિત એક યુટ્યૂબ ચેનલ છે. તેમણે કહ્યું, આ સંભવતઃ એક માદા મગરમચ્છ હતી જેની પાસે ઈંડાનો માળો હતો અને તેને તમારાથી ભય હોય તેવું લાગ્યું. આ સારી વાત હતી કે આપે તેને પહેલા જ જોઈ લીધો કારણ કે જો તે કિનારા પર જ આપના સામે આવી જતી તો તે સમયે આપનું ત્યાંથી બચીને નીકળવું મુશ્કેલ હતું. તે સારી હતી અને તેણે તમને ચેતાવણી આપી દીધી હતી.