મેરાન્યૂઝ નેટવર્ક.ફ્લોરિડાઃ ફ્લોરિડામાં એક કારમાં બર્મીઝ અજગરે પોતાનું ઘર બનાવી લીધું હોય તેમ પડ્યો હતો. તે કારની અંદર બોનેટ નીચે છુપાયો હતો. જેવો કાર માલીકે જોયો તો પહેલા તો તેના હોશ ઉડી ગયા, તેણે વન્યજીવ અધિકારીઓને બોલાવ્યા. સીએનએનના સમાચાર મુજબ, તેમણે એક ફોર્ડ મસ્ટાંગના એન્જિનના ડબ્બા સાથે વિશાળ કાય અજગરને હટાવવાનું કામ સોંપાયું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો ઝડપી વાયરલ થઈ રહ્યો છે.

Maor Blumenfeld એ કહ્યું કે વ્યવસાયના લોકોને સાંપની ત્યારે ખબર પડી, જ્યારે તેમણે ચેક કરવા માટે એન્જિન ખોલ્યું. તેમણે ફ્લોરિડાના માછલી અને વન્યજીવ સંરક્ષણ આયોગના અધિકારીઓનો એક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો જેમાં કારમાંથી વિશાળ સાપને કાઢવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો જ અજગરને ઉઠાવે છે તે પોતાને છોડાવવાના પ્રયત્નો કરે છે પરંતુ બે અધિકારીઓ તેને પકડીને થેલામાં મુકી દે છે.

ડરાવી દેનારો આ વીડિયો એફડબ્લ્યૂસી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તેમણે ફૂટેજ શેર કરતાં લખ્યું હતું કે, અમને એક મસ્ટાંગના બોનેટ નીચે મોટો અજગર હોવાનો કોલ મળ્યો હતો. અમારા અધિકારીઓ તુરંત પહોંચ્યા અને દસ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.


 

 

 

 

 

એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું કે, ઘણો જ ડરાવી દેનારો છે, લાગે છે કે આ શખ્સ ક્યારેય પણ આ કારમાં નહીં બેસે. અમેરિકી રાજ્ય ફ્લોરિડામાં બર્મીઝ અજગર એક આક્રમક જાતિના હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યાં તેમણે પ્રજનન આબાદી સ્થાપિત કરી છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, અન્ય દેશી બર્મીઝ અજગર એવરગ્લેડ્સ નેશનલ પાર્કમાં સૌથી વધુ આક્રમક પ્રજાતિઓમાંથી એક છે. તે ભોજન માટે દેશી પ્રજાતિઓની સાથે પ્રતિસ્પર્ધા કરે છે.

એફડબ્લ્યૂસીએ પોતાની પોસ્ટમાં લોકોને અજગરની રિપોર્ટ કરવા અંગે આભાર વ્યક્ત કર્યો હતો. તેમમે લખ્યું કે, તે નાગરિકનો આભાર જેમણે અમને અજગરની જાણકારી આપી. અમે રિપોર્ટથી વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.