મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીમાં જામિયા વિસ્તારમાં થયેલા ફાયરિંગના બે દિવસ બાદ શાહીન બાગમાં પણ ફાયરિંગ થયું છે. શાહીન બાગ વિસ્તારમાં પોલીસ બેરિકેડા પાસે જ ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. પોલીસે પકડાયેલા શખ્સની પુછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શાહીન બાગમાં અંદાજીત દોઢ મહિનાથી નાગરિક્તા કાયદાના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે.

આ ઘટનામાં પોલીસના કહ્યા મુજબ પકડાયેલા શખ્સનું નામ કપિલ ગુર્જર છે. શાહીન બાગ પોલીસ મથકમાં તેને લઈ જવાયો હતો. ત્યાં કપિલની પોલીસ પુછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસના ડીસીપી ચિન્મય બિસ્વાલનું કહેવું છે કે આ વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો. જે ફાયરિંગ થયાના તુરંત જ તેને પકડી લેવામાં આવ્યો હતો.