મેરાન્યૂઝ નેટવર્ક.બોલ્ડરઃ અમેરિકાના કોલોરાડોના બોલ્ડર સ્થિત એક સુપરમાર્કેટમાં ફાયરિંગની ઘટના ઘટી છે જેમાં એક પોલીસ કર્મચારી સહિત 10 લોકોના મોત થયા છે આ મામલામાં એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે. બોલ્ડરના પોલીસ પ્રમુખ મારિસ હેરોલ્ડે સોમવારે રાત્રે એક સંવાદદાતા સંમેલનમાં મૃતકોની સંખ્યા અંગે જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યું કે શકમંદની સારવાર ચાલી રહી છે જનતાને હવે કોઈ ભય નથી.

અધિકારીઓ દ્વારા એક વ્યક્તિને સ્ટોરથી બહાર જતા જોવામાં આવ્યો હતો. જેણે હાથકડી લગાવેલી હતી અને તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું, પરંતુ તેમને એ ન કહ્યું કે તે વ્યક્તિ શંકમંદ હતો કે નહીં. હેરોલ્ડે કહ્યું કે ઘટનામાં પોલીસ અધિકારી એરિક ટૈલી (51)નું મોત થઈ ગયું છે, જે વર્ષ 2010થી બોલ્ડર પોલીસમાં ફરજ બજાવતા હતા.


 

 

 

 

 

બોલ્ડર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ અટોર્ની માઈકલ ડોહર્ટીએ કહ્યું કે માર્યા ગયેલા લોકોના પરિવારને સૂચના અપાઈ રહી છે તેથી તેમના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ડોહર્ટિએ કહ્યું કે, આ બોલ્ડર કાઉન્ટી માટે એક દુઃખદ સ્વપ્ન જેવું છે અને સ્થાનીક, રાજ્ય તથા સંધીય અધિકારી અમારો સહયોગ કરી રહ્યા છે. બોલ્ડર પોલીસના કમાંડર કેરી યામાગુચીએ કહ્યું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને હજુ પણ ફાયરિંગ પાછળ હેતુ શું હતો તેની જાણકારી મળી નથી.