મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દક્ષિણ પૂર્વ દિલ્હીના કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનના નજીક રોહિંગ્યા શરણાર્થિઓના એક શિબિરમાં આગ લાગવાના કારણે 50થી વધુ ઝુંપડા સળગીને ખાખ થઈ ગયા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. ફાયરબ્રીગેડ વિભાગના એક વરિષ્ઠ અધિકારીઓ કહ્યું કે આ ઘટના શનિવારે થઈ હતી અને ફાયર વિભાગને તેની જાણકારી રાત્રે અંદાજે 11 વાગ્યાને 55 મિનિટ પર મળી હતી.

અધિકારીએ કહ્યું કે આગમાં કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ મળ્યા નથી, તેમણે કહ્યું કે, કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનના પાસે મદનપુર ખાદરમાં ઘટનાસ્થળ પર અગ્નીશામક પાંચ ગાડીઓ મોકલવામાં આવી હતી અને મોડી રાત્રે લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવાયો હતો. પોલીસે કહ્યું કે રોહિંગ્યા શિબિરમાં આગ લાગવાનો પીસીઆર (કંટ્રોલ રૂમ)ને ફોન હતો જેની જાણકારી પછી પોલીસ મદનપુર ખાદરના કંચન કુંજમાં ઘટના સ્થળ પર દોડી આવી હતી.

ડીસીપી (દક્ષિણપૂર્વ) આર પી મીણાએ કહ્યું, 56 ઝુંપટા સળગીને ખાખ થઈ ગયા, જેમાં અંદાજે 270 રોહિંગ્યા શરણાર્થિઓ રહેતા હતા. હજુ એ જાણકારી મળી શકી નથી કે આગ કયા કારણે લાગી હતી. યોગ્ય કાયદાકીય કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.