મેરાન્યૂઝ નેટવર્ક, વિજયવાડા: અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં કોરોનાના આઠ દર્દીઓના મોતનો મામલે હતો તાજો છે ત્યા હવે આંધ્ર પ્રદેશના વિજયવાડામાં કોવિડ ફેસિલિટી સેન્ટરમાં આગ લાગતા સાત લોકોના મોત થયા છે. જ્યારે 30 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

અહેવાલો અનુસારા આંધ્ર પ્રદેશના વિજયવાડામાં એક ખાનગી હોસ્પિટલ દ્વારા એક હોટલને ભાડાપટ્ટે લેવામાં આવી હતી. જેમાં કોરોનાના દર્દીઓ માટે કોવિડ ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ શાર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં સાત લોકોના મોત થયા અને 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટના અંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રે્ડ્ડીએ તપાસના આદેશ આપ્યા છે. મૃતકોના પરિવારજનોને  50 લાખના વળતરની જાહેરાત કરવામાં આવી છે.