મેરાન્યૂઝ નેટવર્ક.બેરૂત: લેબનોનની રાજધાની બેરૂતમાં, ગુરુવારે બેરૂત બંદર પર આગની જ્વાળાઓ જોવામાં આવી હતી. અહીં અચાનક લાગેલી આગ પછી, આકાશમાં અવિરત આગની  જ્વાળાઓ અને કાળા ધુમાડો છવાયેલો હતો. આ સમયે કોઈ વિસ્ફોટ સાંભળવામાં આવ્યો નથી. આ ઘટનામાં કોઈને ઈજાઓ વિશે કોઈ માહિતી નથી. હાલમાં, અચાનક લાગેલી આગ માટેનાં કારણો જાણી શકાયા નથી.

જણાવી દઈએ કે 4 ઓગસ્ટ ના વિસ્ફોટમાં, લેબેનોનની આ રાજધાનીમાં 190 થી વધુ લોકો માર્યા ગયા, લગભગ 6,500 ઘાયલ થયા અને હજારો ઇમારતોને નુકસાન થયું હતુ . સ્થાનિક અહેવાલો અનુસાર આગ એક વેરહાઉસમાં લાગી હતી જ્યાં ટાયર રાખવામાં આવ્યા હતા. જો કે ઘટના સ્થળે ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા માટે મથી રહ્યા છે. આ ઘટનામાં કોઈને ઈજાઓ વિશે કોઈ માહિતી નથી.