મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહામારી સાથે લડી રહેલા દેશના ઉદ્યોગ ધંધાઓને રાહત આપવા માટે નાણાં મંત્રી નિર્મલા સીતારામનએ પત્રકાર પરિષદમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી છે જે તમે જાણવી જોઈએ. તેમની સાથે આ કોન્ફરન્સમાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા. તેમણે અર્થવ્યવસ્થામાં નવો જીવ ફૂંકવા માટે આજે મોટા એલાન કર્યા છે.

મોટી જાહેરાતો કઈ...
નાણામંત્રીએ મહામારીથી અસરગ્રસ્ત વિસ્તારો માટે પેકેજનું એલાન કર્યું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 50 હજાર કરોડની જંગી રકમનો ડોઝ આપવામાં આવ્યો છે. 1.50 લાખ કરોડની વધુ ક્રેડિટ ગેરંટી યોજના જાહેર કરી છે.

ત્રણ વર્ષ માટે ક્રેડિટ ગેરંટી યોજના જાહેર કરી છે. 25 લાખ નાના ધંધાદારીઓને 1.25 લાખ રૂપિયા સુધીની લોન મળશે. 31 માર્ચ 2022 સુધી મફત પર્યટન વીઝા આપશે. અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયાનું પેકેજ. 11 હજાર ટૂરિસ્ટ ગાઈડની મદદ કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે પહેલા 5 લાખ ટૂરિસ્ટને વીઝાની ફી નહીં અપાય. નાની લોન લેનારાઓને રાહત મળશે. ટૂર એજન્સીઓને 11 લાખ રૂપિયા સુધીની લોન મળશે. રવીમાં ઘઉંની 4.32 કરોડ ટનની ખરીદી થઈ. ખેડૂતોને 50 હજાર કરોડ રૂપિયાનું ચુકવણું થશે. આત્મનિર્ભર ભારત યોજનાની સમય મર્યાદા વધી.