મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  ગુજરાતની જાણીતી આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યારસુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે.

આ સાથે જ 21 વર્ષીય  માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ માના પટેલની આ સિદ્ધિ અંગે અભિનંદન પાઠવ્યાં છે.

Advertisement


 

 

 

 

 

કિરણ રિજિજુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે, જેણે #Tokyo2020 માટે ક્વોલિફાઇ કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી ક્વોટા અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન.