કહેવત છે કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થાશે. આવી જ ઘટના કડીના નંદાસણ નજીક બની હતી. જેમાં માતાજીને ધજા ચડાવવા જતાં સસરા અને તેમની પુત્રવધૂનું લક્ઝરી બસની ટક્કરે મોત નિપજ્યું હતું. 

સૂત્રા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસરા અમદાવાદ શહેરમાં રહેતો રાવળ પરિવાર સોમવાર સાંજે વતન ચાણસ્માના રૂપપુર ગામે માતાજીની ધજા ચઢાવી પરત ફરતો હતો. દરમિયાન મહેસાણા- અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે ખાનગી લકઝરી બસની અફડેટે રિક્ષા પલટી ખાતાં સસરા અને પુત્રવધૂનું અકસ્માત સ્થળે કારૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકો સહિત 5 લોકોને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

નંદાસણ પોલીસના જણાવ્યા અનુસરા અમદાવાદના સાબરમતી સ્થિત ગણેશનગર ખાતે રહેતા મૂળ રૂપપુર ગામના વતની રાવળ શંભુભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સાથે સોમવારે રિક્ષા (GJ 01 PY 5362)માં રૂપપુર ખાતે માતાજીની ધજા ચઢાવી બપોર પછી પરત અમદાવાદ જવા નીકળ્યા હતા. સાંજના 5 વાગે નંદાસણથી આગળ છત્રાલ તરફ જતા રોડ પર ચડાસણા પાટિયા નજીક સામેથી આવતી લકઝરી (GJ 02 XX 5959) ના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રોડની બાજુમાં ચોકડીમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાર શંભુભાઈ રાવળ અને તેમની પુત્રવધૂ આશાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે શંભુભાઈના પુત્ર, પત્ની અને પૌત્ર, પૌત્રીઓ સહિત 5ને ગંભીર ઈજા થતાં કલોલ સારવાર માટે ખસેડાયા હતા.