મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલુરુઃ કોરોના વાયરસના સંક્રમણના વધારા વચ્ચે તેને રોકવા કર્ણાટકમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ વચ્ચે, કર્ણાટકમાં મૈસુર જિલ્લાના કોપ્પલૂ ગામથી એક ખુબ જ ભાવુંક કરી દેનાની ઘટના સામે આવી છે. સંતાન પ્રેમ માણસ પાસે કોઈ પણ મુશ્કેલી સામે લડી જવાનું બળ આપે છે. અહીંના કોપ્પૂલ ગામમાં રહેનારા 45 વર્ષના આનંદ પોતાના બિમાર દીકરાનો જીવ બચાવવા માટે ભર તડકામાં 300 કિલોમીટર સાયકલ ચલાવીને દવા લાવ્યા હતા. આનંદની સ્પેશ્યલ ચાઈલ્ડ દિકરાના પ્રત્યે પ્રેમ અને તેની દીલેરી પુરા વિસ્તારમાં ચર્ચામાં છે. જ્યાં એક તરફ લોકો તેમની સરાહના અને પ્રસંશા કરે છે તો બીજી તરફ ઘણા લોકો સિસ્ટમની આલોચના કરે છે.
કર્ણાટકમાં લોકડાઉન લાગુ છે. ગ્રામ્ય વિસ્તારમાં જાહેર પરિવહન બંધ છે. મૈસુરના એક ગામમાં રહેતા દીકરો જે સ્પેશ્યલ ચાઈલ્ડની શ્રેણીમાં આવે છે અને તેની દવાનો એક ડોઝ છોડી શકાય તેમ નથી. આનંદના પાસે એટલા પૈસા પણ ન હતા કે તે ખાનગી વાહન પર મૈસુરના પોતાના ગામથી બેંગાલુરુ શહેર આવી શકે. રોજમદાર આનંદે પોતાના દિકરાની દવા માટે સાયકલથી બેંગાલુરુ જવાનો નિર્ણય કર્યો.
Advertisement
 
 
 
 
 
આનંદે કહ્યું, મેં પોતાના દિકરાની દવાઓના અંગે જાણકારી મેળવી, પરંતુ દવાઓ અહીં ઉપલબ્ધ ન હત. મારા દિકરાની દવાની એક ડોઝ એક દિવસ માટે પણ છોડી શકાય તેમ નથી. પછી હું સાયકલથી બેંગાલુરુ આવવા માટે રવાના થયો. દવા લાવવામાં મારે ત્રણ દિવસનો સમય લાગ્યો.
તેમણે કહ્યું, ડોક્ટર્સે મને વિશ્વાસ અપાવ્યો છે કે મારા દિકરાએ જો 18 વર્ષની ઉંમર સુધી સતત દવા લીધી તો તે અન્ય બાળકોની જેમ સામાન્ય થઈ જશે વગર કોઈ અન્ય વાતનો ખ્યાલ કરે મેં સાયકલથી બેંગલુરુ આવવા માટે નક્કી કર્યું હતું. આનંદ મૈસુરના ટી નરસીપુરના કોપ્પૂલ ગામનો રહેવાસી છે. આપને જણાવી દઈએ કે, દિકરા ઉપરાંત તેમની એક દીકરી પણ છે. આનંદે કહ્યું કે સતત સાયકલ ચલાવાને કારણે તેની કમરમાં ઘણો દુઃખાવો થઈ રહ્યો હતો અને પગમાં ફોલ્લા પડી ગયા છે.