પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં આપણે આપણા સંતાનોને વારસામાં મિલ્કત અને સંપત્તી આપવાની પ્રથા છે, પરંતુ ખરેખર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક પાલક પોતાના સંતાનોને વારસામાં ઉત્તમ માણસ થવાના સંસ્કાર આપતો હતો, પરંતુ ભૌતિકવાદના પ્રવાહમાં આપણે ત્યાં સંતાનને સારો માણસ થવાની સલાહ અને તાલીમ આપવાનું લગભગ ભૂલી જ ગયા છીએ, તેનું કારણ આપણે ત્યાં સારા માણસોને આપણે માન આપતા નથી પણ કોની પાસે કેટલી સંપત્તી અને સત્તા છે તેના આધારે તેને માન મળતુ હોય છે, આમ છતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જેમની પાસે અખુટ સત્તા અને સંપત્તી હતી તેવા અહેમદ પટેલનું થોડા દિવસ પહેલા જ અવસાન થયું.

અહેમદ પટેલ પોતાના સંતાનમાં દીકરી મુમતાઝ અને દિકરા ફૈઝલ માટે જે સંપત્તી મુકી ગયા છે તે સાત પેઢી વાપરે તો પણ ખુટે તેમ નથી, પણ સંપત્તી કાયમી હોતી નથી, પણ સંસ્કાર કાયમી હોય છે, અહેમદ પટેલ પોતાના સંતાનોને સારા માણસ થવાની તાલીમ આપી ગયા. તેના પરિણામ સ્વરૂપ અહેમદ પટેલની વિદાય બાદ પણ તેમની દીકરી મુમતાઝ અને દિકરો ફૈઝલ પોતાના પિતાના ગામ પિરામણ પહોંચ્યા હતા અને ત્યાંના આદિવાસીઓ જેમના માટે અહેમદ પટેલ કોઈ ફરિસ્તા કરતા પણ વધારે હતા (કારણ આ વિસ્તારમાં અહેમદ પટેલે હોસ્પિટલ બનાવવા સહિત અને અનેક કામો ગરીબો માટે કરેલા છે) આ વિસ્તારના આદીવાસાીઓને મળી કહ્યું અમારા પિતા હવે રહ્યા નથી, પણ તમે એકલા નથી અમે તમારી સાથે છીએ.


 

 

 

 

 

મુમતાઝે જુના દિવસોને યાદ કરતા કહ્યું અમે નાના હતા ત્યારે અહિંયા ગરબા જોવા માટે આવતા હતા. અમે આગળ પણ તમને મળવા આવતા રહીશું, ફૈઝલે કહ્યું મારા પિતા માટે પ્રાર્થના કરજો અને તમારે કોઈ પણ કામ હોય તો મને કહેજો અમે તમારી સાથે છીએ, આમ મુમતાઝ અને ફૈઝલે એક ઉત્તમ સંતાન હોવાનું અને અહેમદ પટેલની તાલીમ એળે ગઈ નથી તેવું સાબીત કર્યું જુઓ તેમનો વિડીયો