મેરાન્યૂઝ નેટવર્ક.ફર્રુખાબાદઃ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદના કરથિયા ગામમાં બંધક બનાવાયેલા 21 માસૂમ બાળકોને શુક્રવારે અડધી રાત્રે પોલીસ કાર્યવાહી પછી સલામત છોડાવાઈ દેવાયા હતા. અંદાજીત 11 કલાક સુધી ચાલેલા આ બંધક સંકટનો સૂત્રધાર સુભાષ બાથમને પોલીસે રાત્રે અંદાજીત 1 વાગ્યે ઠાર કર્યો, જ્યારે તેની પત્નીને ગુસ્સે ભરાયેલા લોકોએ પત્થરો મારી અને માર મારીને મારી નાખી હતી. સુભાષે જન્મ દિવસ મનાવવાના બહાને બાળકોને ભેગા કર્યા હતા અને બપોરથી જ બંધક બનાવી દીધા હતા. તેને સમજાવવા આવેલા લોકો પૈકીના એક ગામવાસી પર તેણે ફાયરિંગ કરતાં પગમાં ગોળી વાગી હતી. ફર્રુખાબાદના એસપી ત્રિભુવનના કહ્યા મુજબ કાર્યવાહી દરમિયાન સુભાષએ દેશી બોમ્બથી પણ પોલીસ પર હુમલો કર્યો હતો.

બપોરના સમયે સુભાષ બાથમ નામના એક શખ્સે પોતાની દીકરીના જન્મદિવસની વાત કહીને ગામના બાળકોને ઘરે બોલાવ્યા હતા. તેણે પોતાના ઘરમાં બેઝમેન્ટમાં તમામ બાળકોને બંધ કરી દીધા હતા અને ત્યાં પણ તેણે હથિયાર રાખ્યા હતા. તેણે બાળકોને ધમકી આપી કે જો ચુપ નહીં રો તો તેમને બોમ્બથી ઉડાવી દેશે.

જ્યારે બે કલાક પછી પણ બાળકો પાછા ઘરે ન આવ્યા તો પરિવારજનો સુભાષ બાથમના ઘરે ગયા જ્યાં પહોંચ્યા તો સુભાષે તેમના પર ફાયરિંગ કરી દીધું. આ અંગે વધુ ચકચાર થઈ જતાં ગ્રામજનોએ 112 પર ફોન કરી દીધો અને ઘટના અંગે કહ્યું હતું. મોહમ્મદાબાદના ઈન્સપેક્ટર રાકેશને જાણકારી મળતાં તે સ્થળ પર પહોંચી ગયા અને વાત કરવાના પ્રયત્નો કર્યા પરંતુ સુભાષે કહ્યું કે તમે ઊભા રહો હું બતાવું છું. તેણે અંદરથી જ વિસ્ફોટ કરી દીધો અને આ જોઈને બધાના હોશ ઉડી ગયા. આ બ્લાસ્ટમાં ઈન્સપેક્ટર દીવાન ઘાયલ થઈ ગયા હતા.

પોલીસ અધિકારીઓ દળ-બળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીંના કેટલા બાળકો છે તે અહીંના ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું. પોલીસ અધિકારીઓને જાણ થઈ કે 21 બાળકોને બંધક બનાવી લેવામાં આવ્યા છે. પોલીસ માટે પણ આ સ્થિતિ ગંભીર બની રહી હતી. પોલીસે સુભાષના મિત્રને તેની સાથે વાત કરવા મોકલ્યો હતો. સુભાષે તેના મિત્રને પણ ગોળી મારી દીધી હતી. પોલીસને પરિસ્થિતિ બેકાબૂ હોવાની જણ મળી ગઈ હતી, ત્યારબાદ એટીએસની મદદ લેવામાં આવી હતી.

એટીએસની ટીમ લખનઉથી ફરરૂખાબાદ જવા રવાના થઈ હતી. ફરરૂખાબાદમાં પોલીસ અધિકારીઓ હુમલાખોર બાથમને વ્યસ્ત રાખવા પ્રયાસ કરી રહ્યા હતા જેથી બાળકોને કોઈ નુકસાન ન થાય. સુભાષે પોલીસકર્મીઓ પાસે એક બિસ્કિટની પણ માંગ કરી હતી, જે તેને અપાયું હતું.

ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. તેમાં મુખ્ય સચિવ, ડીજીપી, એડીજી કાયદો અને વ્યવસ્થા અને ગૃહ વિભાગના મુખ્ય સચિવનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે બાળકોને સલામત રીતે બચાવી લેવામાં આવે. યોગીએ ફરરૂખાબાદ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી અને પોલીસ અધિકારીઓને ઠપકો આપ્યો.

જ્યારે સુભાષનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે તેણે પત્ની અને 2 વર્ષના બાળકને ઘરની બહાર મોકલી દીધો. સુભાષની પત્ની હાથમાં પત્ર લઈને ગઈ હતી. સુભાષે આરોપ લગાવ્યો કે અધિકારીઓએ વડા પ્રધાન આવાસ યોજના હેઠળ મકાન અને શૌચાલયની સુવિધા આપવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર વિકાસ દરમિયાન સુભાષે પોલીસ પાસે માંગ કરી હતી કે સ્થાનિક ધારાસભ્યને સ્થળ પર બોલાવવામાં આવે. 

એસપી ત્રિભુવનસિંઘ કહે છે, 'રાત્રે 1 વાગ્યાના સુમારે મોટા અવાજો થયા હતા. પોલીસ ટીમએ એટીએસ પહોંચે તે પહેલા જ ઘરમાં પ્રવેશ કરી લીધો હતો. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ સુભાષ બાથમના ઘરે પત્થર ફેંકવાનું શરૂ કર્યું હતું. પોલીસની ટીમે ઓરડામાં પહોંચીને સુભાષ બાથમને ઠાર કર્યો હતો. આ સમય દરમિયાન સુભાષની પત્ની, જે તે પૂર્વઆયોજિત યોજનાનો ભાગ હતી, તે ઘરની બહાર આવી હતી અને ગામ લોકોએ તેને પત્થરો માર્યા અને માર માર્યો હતો. જે ઈજાગ્રસ્ત થઈ હતી જેથી તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.