તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ):  આપણો દેશ ભારત એક ખેતીપ્રધાન દેશ છે. પણ શું ખેડૂતપ્રધાન દેશ છે ? પ્રધાન એટલે કે, એ મુખિયા, આગેવાન કે જેનો રોલ દેશની રાજકીય, આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ મહત્ત્વનો હોય. જો ખેતીપ્રધાન દેશનો મુખ્ય આધાર ખેડૂત હોય તો સ્વાભાવિક રીતે રાજકારણમાં પણ તેનું અગત્યનું સ્થાન હોય જ, પણ એવું નથી. તો ભારતમાં ખેડૂતોનું આગવું અને અગત્યનું સ્થાન હોવાની વાત માત્ર નેતાઓનાં ભાષણો અને પુસ્તકો સુધી જ કેમ સીમિત થઈ ગઈ

બાપડો અને બિચારો આ બે શબ્દ જાણે ગરીબ ખેડૂતના પર્યાય બની ગયા છે.

આજે પણ ખેડૂત પાકવીમા માટે કરગરે છે, આજે પણ પાક મફતના ભાવે વેચવા મજબૂર છે, આજે પણ ખાનગી વીમા કંપનીઓ ગરીબ ખેડૂતના નાણા ઓળવી જઈ વીમો આપવામાં ડાંડાઈ કરે છે, આજે પણ ખેડૂતને પોતાના જ હક્કો માટે પોતાના જ લોકો સામે લડવું પડે છે. બિયારણથી લઈ જમીન સંપાદન સુધી ખેડૂતોના ઘણા પ્રશ્નો છે. અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે એક વીડિયો બનાવવામાં આવ્યો છે. જુઓ Video

(વોઇસ: મિલન ઠક્કર. મેરાન્યૂઝ)