મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ખાલીસ્તાની, પાકિસ્તાન પ્રેરિત, ચીન પ્રેરિત વગેરે નિવેદનોથી ખેડૂતોના આંદોલનને કચડી નાખવાના પ્રયાસો આપણે ઘણા જોયા, ગોદી મીડિયા અને સોશિયલ મીડિયા યુનિવર્સિટીએ પણ આ પ્રકારની બાબતોનો ઘણો ફેલાવો કર્યો જે ઘણાએ જોયું. હાલ કૃષિ કાયદાઓની સામે ખેડૂતો છેલ્લા 16 દિવસથી દિલ્હીની અલગ અલગ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ધર્મ, જાતિ વગેરે બાબતને મુકીને માણસાઈ જ્યારે અહીં જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો માટે કોરોનાનો પણ એટલો જ ભય રહ્યો છે. જોકે સરકાર સાથે સુલેહ કરવાના ઘમા પ્રયત્નો થયા પરંતુ ખેડૂતોએ સરકારની વાત માનવાથી ઈન્કાર કરી દીધો છે. તેઓ કાયદામાં સંશોધન ઈચ્છતા નથી બસ કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

ખેડૂતોના પ્રસ્તાવને ઠોકર મારવા સાથે ખુદ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે પણ મુલાકાત થઈ હતી. જે પછી ગુરુવારે તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે તે સરકારના પ્રસ્તાવો પર વિચાર કરે અને પોતાનું આંદોલન પુરું કરે. તેમણે એવું પણ કહ્યું હતું કે સરકાર વાતચિત માટે હંમેશા તૈયાર છે. જોકે ખેડૂતોએ પોતાની માગ બદલવાથી ઈન્કાર કરી રહ્યો છે.

આ દરમિયાન દિલ્હીની સિંધુ બોર્ડર પર રેડ લાઈડ પર બેસેલા ખેડૂતો પર પોલીસે ફરિયાદ નોંધી છે. 29 નવેમ્બરે લામપુર બોર્ડરથી જબરજસ્તી દિલ્હીની સીમામાં ઘૂસેલા ખેડૂતો સિંધુ બોર્ડર પરની રેડ લાઈટ પર બેઠા હતા. ત્યારથી અત્યાર સુધી એવા જ રોડ બ્લોડ કરીને બેઠા છે. પોલીસે ખેડૂતો પર સોશિયલ ડિસ્ટન્સના પાલન ન કરવાને લઈને મહામારી એક્ટ અને અન્ય કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. 7 ડિસેમ્બરે અલીપુર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.