મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓના વિરોધ સહિતના મુદ્દાઓ પર આઠ કલાક પછી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક પુરી થઈ છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરએ કહ્યું કે વાતચિત સૌહાર્દ્રપૂર્ણ વાતાવરણમાં થઈ. ખેડૂતો સાથે આ વિષય પર ચોથા તબક્કાની બેઠક હતી. શનિવારે બપોરે 2 વાગ્યે યૂનિયન સાથે ફરી બેઠક થશે અને કદાચ તે દિવસે અમે કોઈ નિર્ણય પર પહોંચીશું. કૃષિ મંત્રી સાથે જ્યારે ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવાને લઈને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આજે થયેલી બેઠકમાં તેના પર ચર્ચા થઈ નથી.

ખેડૂત નેતાઓ સાથે લગભગ 8 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક પછી કૃષિમંત્રીએ મીડિયાને કહ્યું, સરકાર ખુલ્લા મનથી ખેડૂતો સાથે ચર્ચા કરી રહી છે. ખેડૂતો સાથે આજે ચોથા તબક્કાની બેઠક થઈ છે જે સૌહાર્દ્રપૂર્ણ માહોલમાં થઈ છે. ખેડૂતો અને સરકારે પોત પોતાનો પક્ષ મુક્યો હતો. બે ત્રણ મુદ્દાઓને લઈ ખેડૂતોની ચિંતા હતી. અમે દરેક મુદ્દા પર ખુલ્લા મને વાત કરી રહ્યા છીએ. અમારો કોઈ અહમ નથી. મંડિઓને સશક્ત બનાવવાને લઈ વિચાર થયો. ટ્રેડરનું રજિસ્ટ્રેશન થાય તે અમે નિર્ધારિત કરીશું.

કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, "યુનિયનની ચિંતા હતી, પછી ભલે તે કોઈ એસડીએમ કોર્ટ હોય કે કોર્ટ, જો કોઈ વિવાદ હોય તો અમે તેના પર વિચાર કરવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. ખેડૂતોને પટ્ટાના મુદ્દે વટહુકમ અંગે શંકા છે, વીજળી કાયદા અંગે શંકા છે. સરકાર તેના પર પણ વાટાઘાટો કરવા તૈયાર છે. આ કાયદાની જોગવાઈઓથી ખેડૂતોને સંપૂર્ણ રક્ષણ મળે છે. તેમ છતાં પણ જો લોકો શંકામાં છે, તો સરકાર કોઈ સમાધાન શોધવા તૈયાર છે. "

તેમણે કહ્યું કે ખેડૂતો લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) અંગે ચિંતિત છે. તે પહેલાથી જ રજૂ કરવામાં આવ્યું હતું, ચાલુ છે અને આગળ પણ જ ચાલુ જ રહેશે. કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે આવતી કાલે બીજા દિવસે 5 ડિસેમ્બરે બંને પક્ષો ફરી મળવાના છે અને અપેક્ષા છે કે આપણે સર્વસંમતિના સમાધાન પર પહોંચીશું. સરકાર વતી કૃષિ પ્રધાન પિયુષ ગોયલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ખેડૂતોના આંદોલન અંગે કૃષિ મંત્રીએ કહ્યું કે, "આંદોલન સમાપ્ત કરવા માટે આજે આ વિષય પર કોઈ વાત થઈ નથી. હું શિયાળાને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓને આંદોલન બંધ કરવા અનુરોધ કરું છું. વાતચીત ચાલી રહી છે, તે બંધ નથી, તેથી હું આંદોલન સમાપ્ત કરવા માટે ખેડૂતોને અપીલ કરું છું જેથી દિલ્હીની જનતા જે મુશ્કેલીનો સામનો કરી રહી છે તે પણ દૂર થાય. "

બીજી તરફ, આ બેઠક પછી, ખેડૂત નેતાઓએ કહ્યું છે કે, "આંદોલન પાછો લેવાનો કોઈ સવાલ નથી. આજે સરકારે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અમે માંગ કરીએ છીએ કે કાયદો પાછો આવે. સરકાર સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકારને વિચારણા માટે એક દિવસનો સમય માંગ્યો છે. તમામ ખેડૂત સંગઠનો આવતીકાલે સવારે 11 વાગ્યે મળશે. "