મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ખેતીવાડી વિભાગની આંખ નીચે નકલી બિયારણ અને ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે બંને જીલ્લામાં ખેતીવાડી વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતના પગલે નકલી બિયારણનું વેચાણ કરતા વિક્રેતાઓ બિલાડીના ટોપની જેમ ફુલ્યાફાલ્યા હોવાનું ખેડૂતો અહેસાસ અનુભવી રહ્યા છે નકલી બિયારણનો ભોગ બનનાર ખેડૂત વાવેતર કર્યા પછી દિવસ-રાત કાળી મજૂરી કર્યા પછી લણણીના સમયે પાકનો ફાલ ન ઉતરતા પોક મૂકીને રોવાનો વારો આવતો હોય છે મોડાસા તાલુકાના ગલસુન્દ્રા ગામના ખેડૂતને ઈડરના બિયારણના વિક્રેતાએ નકલી તરબૂચનું બિયારણ પધરાવતા ૮૦ દિવસની મહેનત પાણીમાં જતા લાખ્ખો રૂપિયાનું નુકશાન થતા દયનિય હાલત બની છે.

અરવલ્લી જીલ્લામાં રવિ સીજનમાં જીલ્લાના ખેડૂતોએ જીલ્લાની અંદાજે ૫ હજાર હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ તડબુચનું વાવેતર કર્યું છે જીલ્લાના ખેડૂતોએ જુદી જુદી જગ્યાએથી તડબુચનું બિયારણ લાવી વાવેતર કર્યું છે ત્યારે જીલ્લાના મોડાસા તાલુકાના ગલસુંદરા ગામના ખેડૂત હિંમતસિંહ પરમારે સાબરકાંઠા જીલ્લાના ઇડર ખાતે આવેલ વિશ્વનાથ ટ્રેડર્સ માંથી નિસ્કો નિસર્ગા સિડ્સનું આસ્થા હાયબ્રીડ નામનું તરબૂચનું  મોંઘા ભાવે બિયારણ લાવી ૪ વીઘા જમીનમાં તડબુચ નું વાવેતર કર્યું હતું પરંતુ વાવેતરના ૮૦  દિવસ બાદ તડબૂચ વીણવા લાયક થઇ જતા હોય છે અને તેમાં વેલા પણ ઉગી ગયા પરંતુ તડબુચ વેલા ઉપરથી ખરી પડે છે જેના કારણે ખેડૂતને હાલ લાખ્ખોનો કરેલો ખર્ચ માથે પડ્યો છે વેપારીએ તડબુચનું બિયારણ બોગસ આપ્યું હોવાની આશંકા વ્યક્ત કરતા ખર્ચ કરેલા ૮૫ હજાર પણ ડૂબી ગયા છે. હિંમતસિંહ નામના ખેડૂતની હાલત નકલી બિયારણના ભોગે દયનિય બનતા ખેડૂતે નકલી બિયારણ વેંચતા વિક્રેતા અને બોગસ બિયારણ વેચાતી કંપની સામે ખેતીવાડી વિભાગ દ્વારા શખ્ત કાર્યવાહી કરવામાં આવે અને લાયસન્સ રદ કરવામાં આવેની માંગ કરી હતી.

કુદરતની થપાટ વચ્ચે ખેડૂતને નુકશાની જ વેઠવાની આવી છે મગફળી કપાસ બાદ બાગાયત પાકમાં પણ ખેડૂતનો પાક બરબાદ થઇ રહ્યો છે ત્યારે બોગસ બિયારણ વેચતી કંપનીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.