શૈલેષ નાઘેરા/તુષાર બસિયા (મેરાન્યૂઝ.સીંઘુ બોર્ડર-દિલ્હી): દિલ્હી અને હરિયાણાની સરહદ બોડર પર આજે ખેડૂત આંદોલનને 20 દિવસથી વધુ થયા છે. ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ બીલોનો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતોનું માનવું છે કે આ ત્રણે કૃષિ વિધેયકો ખેડૂતના હિતમાં નથી. ખેડૂતોને વિધેયકોમાં પોતાના હિત કરતા કોર્પોરેટ કંપનીઓના હિત વધારે દેખાય છે અને રસ્તા પર બેઠેલા ખેડૂતો એવું કહે છે કે અમારે આ વિધેયકોની જરૂરી જ નથી, તો શા માટે જબરદસ્તીથી સરકાર આ કાયદો લાગુ પાડી રહી છે.
અહીં એક વિદ્યાર્થીએ ઉદાહરણ આપતાં કહ્યું કે ભારતની બે મોટી કંપની પાસે પૂરી વ્યવસ્થા (સ્ટોરેજ-રીટેલ ચેઇન) છે અને ખેડૂતો પાસે આવી કોઈ પણ જાતની વ્યવસ્થા કે સરકાર દ્વારા આવી કોઈ વ્યવસ્થા ખેડૂતોને પૂરી પાડવામાં આવશે નહીં જેથી ખેડૂત મજબૂરીવશ આવી કંપનીને વેચાણ કરશે અને તેનું શોષણ કરવામાં આવશે.
પંજાબ હરિયાણા અને વિવિધ ક્ષેત્રોમાં આ આંદોલન બે-ત્રણ મહિનાથી ચાલી રહ્યું હતું બાદમાં ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી. હરિયાણાની બોર્ડ તોડી અને પંજાબના ખેડૂત આવી ગયા અને હરિયાણાના ખેડૂતો પણ સાથે જોડાઈ ગયા. જે દિલ્હીની સરહદ પર આવી બોર્ડર પર બેસી ગયા છે, દિલ્હીની સીધું બોર્ડર, ટીકરી બોર્ડર તેમજ દિલ્હીમાં પ્રવેશતા અન્ય માર્ગો પર પણ ખેડૂતોને મોટો જમાવડો ભેગો થયો છે.
સીધું બોર્ડર,ટીકરી બોર્ડરના નેશનલ હાઈવે પર તો આશરે ૩૦ થી ૪૦ હાઈવે બ્લોક કરી દીધો છે. અને લાખોની સંખ્યામાં ખેડૂતો ઘરે થી ટ્રેકટર, ટ્રોલી અને ઘણા બળદગાડા લઈ પોતાના હક માટેની લડાઈ લડવા આવી પહોચ્યા છે. પરંતુ આ બધી વાતો વચ્ચે ખેડૂતો માની રહ્યા છે કે ક્યાંકને ક્યાંક સરકારની સંવેદનશીલતા જે છે એ મરી પરવારી છે.
પરંતુ ખેડૂતો સાથે પાંચથી છ બેઠકો કરી પણ કોઈ સકારાત્મક પરિણામ ના મળ્યું. ખેડૂતો જે અગાઉથી જાણતા તેમ સાથે છ-આઠ મહિના આંદોલન ચાલે તેટલું અનાજ કઠોળ સાથે લઈને ચાલી રહ્યા છે. ખેડૂતો કહે છે કે જ્યાં સુધી ત્રણેય બિલો સરકાર દ્વારા પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન પર બેઠા રહીશું, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો સાથે ક્રૂર મજાક કરી રહ્યું છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં અને ઠંડીની મોસમમાં ખેડૂતો આંદોલન પર રોડ પર બેઠા હોય તેમ છતાં સરકારના પેટમાં પાણી પણ હલતું નથી.અને સરકારો દ્વારા જય જવાન-જય કિસાન ના નારા લગાવામાં આવતા અને જેને આપણે જગતના તાત તરીકે સંબોધિત કરીએ છીએ, અને એ જ જગતનો તાત હાલ રોડ પર રઝળી રહ્યો છે.
ખેડૂતોનું માનવું છે કે આ બીલ અમારા હિતો પર સીધી તરાપ મારે છે, કેટલાક વિશેષજ્ઞો સાથે પણ વાત થઇ તેમણે એવું પણ જણાવ્યું છે કે, આ બિલ ખેડૂતોના નહીં પણ કોર્પોરેટ કંપનીઓના હિતમાં જ છે. હાલની સ્થિતિ જોતાં જણાય છે કે આ બીલ સરકાર-ખેડૂતના અસ્તિત્વનો સવાલ ઊભો કરી શકે છે.