મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકાશ પર્વના પ્રસંગે આજે દેશને સંબોધિત કર્યો હતો અને તેમણે ત્રણે કૃષિ કાયદાઓને પાછા લેવાનું એલાન કર્યું હતું. ગત એક વર્ષથી ત્રણ કૃષિ કાયદાઓને પાછા લેવા માટે ખેડૂતો દિલ્હીની બોર્ડર્સ પર આંદોલન કરી રહ્યા હતા. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ખેડૂતોને સંબોધિત કરતાં કહ્યું હતું કે પહેલા કરતાં કૃષિ બજેટ 5 ગણું વધારવામાં આવ્યું છે.

Advertisement


 

 

 

 

 

આ અંગે રાકેશ ટિકૈતએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે, આંદોલન તત્કાલ પાછું નહીં લેવાય, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે કૃષિ કાયદાઓને સંસદમાં રદ્દ કરવામાં આવશે. સરકાર MSPના સાથે સાથે ખેડૂતોના બીજા મુદ્દાઓ પર પણ વાતચિત કરે.

વડાપ્રધાને ઉત્તર પ્રદેશમાં અનેક યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન માટે રવાના થતા પહેલા આ જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું, "મેં મારા પાંચ દાયકાના કાર્ય દરમિયાન ખેડૂતોની મુશ્કેલીઓ જોઈ છે. જ્યારે દેશે મને વડાપ્રધાન બનાવ્યો ત્યારે મેં કૃષિ વિકાસ અથવા ખેડૂતોના વિકાસને ખૂબ મહત્વ આપ્યું હતું."

પીએમએ કહ્યું કે તેમની સરકારે છેલ્લા સાત વર્ષમાં દેશમાં કૃષિના વિકાસ માટે ઘણા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે તેમની સરકાર હેઠળ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે અને તેનાથી કૃષિ ઉત્પાદનમાં સુધારો કરવામાં મદદ મળી છે. પીએમએ કહ્યું કે તેમની સરકાર દરમિયાન ખેડૂતોને વળતર તરીકે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય વીમો અને પેન્શન પણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોના ખાતામાં સીધો લાભ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

રાષ્ટ્રને તેમના સંબોધનમાં, વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન ગ્રામીણ બજારના માળખાને મજબૂત બનાવવામાં આવ્યું છે અને એમએસપીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં સૂક્ષ્મ સિંચાઈ ફંડ પણ બમણું કરવામાં આવ્યું છે. પીએમએ કહ્યું કે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પાક લોન પણ બમણી કરવામાં આવી છે.

તેમણે કહ્યું, "અમારી સરકાર ખેડૂતોની સેવા કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાના ખેડૂતોને મદદ કરવા માટે, અમે ગયા વર્ષે ત્રણ કૃષિ કાયદા લાવ્યા હતા." તેમણે કહ્યું, અમારી સરકાર ખેડૂતો, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે તેમની સંપૂર્ણ સેવા કરવા માટે પ્રતિબદ્ધ છીએ."