મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ:  કોરોનાવાયરસ મહામારી દરમિયાન, બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે જરૂરીયાતમંદ લોકોની મદદ કરીને સૌનું દિલ જીતી લીધું છે. જો કોઈ પણ જરૂરિયાતમંદ તેમની પાસે મદદ માંગે છે, તો સોનુ સૂદ તેમની મદદ કરી રહ્યો છે. જે રીતે તેઓ લોકોને મદદ કરી રહ્યાં છે, દેશમાં તેમજ વિદેશમાં પણ તેમના ચાહકો બની રહ્યા છે. તેના ચાહકો તેને ટ્વિટર પર ટેગ કરીને તેના માટે પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. સોમિન નામના ટ્વિટર યુઝરે સીમકાર્ડમાં સોનુ સૂદની તસવીર સીમકાર્ડમાં બનાવી હતી. જેના પર અભિનેતાએ જોરદાર જવાબ આપ્યો છે. તેની પ્રતિક્રિયા લોકોને ખૂબ પસંદ આવી છે.

સોનુ સૂદને ટેગ કરતા યુઝરે ફોટો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'સોનુ સૂદ સર, મેં તમારો ફોટો સીમકાર્ડ પર પેઇન્ટ કર્યો છે. તમને તે કેવી લાગી? સર અમને તમારા પર ગર્વ છે

અભિનેતાએ ઇમોજીથી મજાકમાં જવાબ આપ્યો અને લખ્યું, "10 જી નેટવર્ક"

.

એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા શેર કરવામાં આવ્યા પછી , સૂદની પોસ્ટને 21 હજારથી વધુ લાઇક્સ મળી છે અને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત, એક હજારથી વધુ રી-ટ્વીટ્સ અને 400 થી વધુ કમેન્ટ ઓ આવી છે. લોકોએ આપ્યા રિપ્લાય.