મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મરાઠી ફિલ્મની જાણિતી ગાયીકા ગીતા માલીનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ અકસ્માત મુંબઈ આગ્રા હાઈવે પર થયો છે. તે પોતાના  પતિ વિજય સાથે અમેરિકાના કાર્યક્રમને પૂર્ણ કરી નાસિક ખાતે જવા માટે નીકળી હતી. તે નાસિક જવા માટે કારમાં નીકળી હતી. દરમિયાન રોડની એક તરફ રહેલા કન્ટેનરમાં તેની કાર ઘૂસી જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

ગંભીર ઈજાઓને પગલે તેને તુરંત સારવાર માટે શાહપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાં ગીતાનું મોત નિપજ્યું હતું. તેના પતિ વિજયની હાલત હજુ પણ ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે તે અમેરિકાના કાર્યક્રમ બાદ પરત મુંબઈ એરપોર્ટ પર આવી ત્યારે તેણે ખુશખુશાલ પોઝમાં સેલ્ફી લઈ ફેન્સને જન્મભૂમિ પર પરત પાછા આવ્યાની ખુશી વ્યક્ત કરી હતી. બસ આ સેલ્ફી પોસ્ટ તેની અંતિમ પોસ્ટ હતી. તેને 12 વર્ષનો દિકરો પણ છે.