મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ખેડબ્રહ્મા હડાદ હાઈવે પર કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. આ કાર અકસ્માતમાં બે વ્યક્તિ ના મોત થયાના અહેવાલ છે જ્યારે અન્ય લોકો જે કારમાં હતા તેમને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળી રહેલી માહિતી અનુસાર, અંબાજીથી હડાદ માર્ગ પર મચકોડા ગામ પાસે એક વેનઆર કાર ડિવાઈડર સાથે ભટકાતા અમદાવાનદના ઓઢવ ખાતેના બે વ્યક્તિના મોત થયા છે. આ મૃતકો પૈકીની ક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. 5 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ છે. જેમને વધુ સારવાર માટે પાલનપુર ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ દરમિયાન સાંભળવા મળ્યું હતું કે આ પરિવાર અંબાજી મંદિરમાં દર્શન કરી પરત જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો છે અને ચાલુ કારમાં સ્ટિયરિંગ લોક થવાથી અકસ્માત થયો છે. જોકે વધુ સચોટ માહિતી પોલીસની તપાસમાં જ બહાર આવશે.