મેરાન્યૂઝ નેટવર્ક.ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં ભાજયુમોના નેતા અતુલ લોખંડેએ પોતાની પ્રેમિકાના ઘર સામે જ પોતાને ગોળી મારી દીધી હતી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તબીબોએ ગુરુવારે મોડી રાત્રે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી અતુલના પરિવારજનો ઘણા આઘાતમાં સરી પડ્યા હતા. જે પછી પણ તેમણે એક એવું પગલું લીધું જેની તમામે સરાહના કરી છે. અતુલના પરિવારજનોએ તેના અંગોનું દાન કરવાની મંજુરી આપી હતી. પરિવારજનોની મંજુરી મળતાં જ શુક્રવારે સવારે ગ્રીન કોરિડોર બનાવીને અતુલના હૃદયને દિલ્હી એઈમ્સ હોસ્પિટલ મોકલાયું હતું. ત્યાં લિવસ બંસલ હોસ્પિટલ, એક કિડની સિદ્ધાંતા અને એક ચિરાયું હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

અતુલના પરિવારજનોને ક્યારેય તેવો વિશ્વાસ ન્હોતો કે તે પોતાની જાતને ગોળી મારી લેશે. તેમણે એવું પણ કહ્યું કે અમારો દિકરો ચાર લોકો સામે પોતાની જાતને ગોળી મારી શકે છે? અતુલના અંતિમ સંસ્કાર શનિવારે કરાશે. જોકે, મંગળવારની રાત્રીએ એક તરફી પ્રેમમાં તેણે પ્રેમીકાના ઘરમાં પોતાને કાનપટ્ટી પર ગોળી મારી દીધી હતી.

ભોપાલના શિવાજી નગરમાં જ રહેતા 27 વર્ષિય અતુલ પરિવારમાં સૌથી નાનો હતો. તેના મોટાભાઈ મુકુલ ભાજયુમોમાં અરેરા મંડળમાં મહામંત્રી છે. સૌથી મોટી બહેન નમ્રતાના લગ્ન ભોપાલમાં થયા છે. માતા સુનંદા લોખંડે નગરિય તંત્ર વિભાગમાં સહાયક ગ્રેડ-1 પદ પર છે. સુનંદાએ કહ્યું કે ઘટના પછી જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે ડોક્ટરે કહ્યું કે અતુલના દિમાક કામ કરવાનું બંધ કર્યું છે. દિકરા સાથેની દુર્ઘટનાએ તેમને પુરી રીતે તોડી નાખ્યા હતા. જોકે બાદમાં ઘરે પહોંચ્યા પછી તેમણે દિકરા દ્વારા ફેસબુકમાં લખાયેલી અંતિમ પોસ્ટ પર ધ્યાન આપ્યું તો તેમાંથી તેમને અંગદાન કરવાની પ્રેરણા મળી. અતુલના પરિવારજનોનું કહેવું છે કે અમારો લાડકો ઘણો મોટી દિલવાળો હતો. હંમેશા માટે અમને છોડીને જવાથી પહેલા તેણે ફેસબુક પર લખ્યું હતું કે, હું મરીને પણ જીવતો રહીશ.

ઘટનાના થોડા સમય પહેલા તેણે ફેસબુક પર પોસ્ટ મુકી હતી કે, પ્યાર તો બહુત લોગ કરતે હૈ લેકીન મેરે જૈસા પ્યાર કોઈ નહીં કર શકતા, ક્યોંકી કિસી કે પાસ તૂ જો નહીં હૈ, મૈ તુજે ભૂલ નહીં શકતા.... સચ તો યે હૈ કી તુજે ભૂલાના હી નહીં ચાહતા, ક્યોંકી તુ મેરી હૈ, મૈં તુજે જીંદગી ભર પ્યાર કરુંગા ઔર મરતે દમતક કરુંગા ઔર ઉસકે બાદભી.... કૌન તુજે યૂં પ્યાર કરેગા જેસે મૈં કરતા હું.... દિલ તો દેતે હૈ આશિક સભી જાન મહોબ્બત મેં દે દુંગા મેં.