મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ થોડા સમય પહેલા રશિયન પ્રમુખ વાલમદીર પુતિન દ્વારા રશિયાએ કોરોનાની વેક્સીન બનાવી લીધી હોવાનો અને તેના અપ્રુવ થયાનો દાવો કર્યો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે પોતાની દીકરને પણ આ વેક્સીન આપવામાં આવી છે. તે એ લોકો પૈકીની એક છે જેમના પર આ દવાની સારી અસર થઈ છે. જોકે હવે વાતો ચાલી રહી છે કે પુતિનની તે દીકરી કે જેને આ વેક્સીન આપવામાં આવી હતી તે મૃત્યુ પામી છે.

પુતિનને બે દીકરીઓ છે એકનું નામ એકાટેરિના છે અને બીજી દીકરીનું નામ મારિયા છે. લોકો દીકરીના મૃત્યુની વાત સાથે એ પણ જણાવવા લાગ્યા છે કે પુતિનની દીકરીનું મોત કોરોના વેક્સીન લીધા પછી થયું છે. આ બાબતને લઈને હાલ સોશિયલ મીડિયા ગરમ છે. કેટલાક વીડિયો પણ ફરતા થયા છે જેમાં તેણી વેક્સીન લેતી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. 

જોકે આ બાબત ફેક હોવાનું સામે આવી રહ્યું છે સાથે જ આવી કોઈ ઘટના ઘટી હોવાની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. આ અહેવાલ બનાવનાર વેબસાઈટે હકીકતમાં તે લેખને કેટલાક સમય પહેલા બનાવ્યો હતો. પુતિનએ વેક્સીનની જાહેરાત કરતાં કહ્યું હતું કે તેમની દીકરીએ વેક્સીન લગાવડાવી છે, તેને સામાન્ય તાવ રહ્યો અને પછી તે સારી થઈ ગઈ અને હવે મોટી સંખ્યામાં એન્ટિબોડિઝ છે. કેટલીક મીડિયા પોસ્ટનો દાવો છે કે પુતિનની દીકરી મૃત્યુ પામી છે જ્યારે સ્નોપ્સ અને વન ઈન્ડિયા સહિત ઘણા મીડિયા દ્વારા આ બાબત ફેક હોવાનું કહેવાયું છે.