મેરાન્યૂઝ નેટવર્ક.મધ્યપ્રદેશઃ બૈતૂલમાં સગીર વયની દીકરીના અપહરણ અને તેના પર ઘાતક હુમલો કરવા તથા ગેંગરેપ કરવાની બાબત ખોટી હોવાનું સામે આવી રહ્યું છે. જેની પૃષ્ટી ખુદ આઈજી હરિનારાયણચારી મિશ્રાએ કહ્યું છે. તેમણે કહ્યું છે કે છોકરી સામે સેક્સન 182/211 અંતર્ગત હવે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં છોકરીએ પોતે જ પોતાને ચાકૂ મારીને ઘાયલ કરી અને પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા હતા.

આ પહેલા ખબર મળી કે બૈતૂલ જિલ્લામાં 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ બાદ આરોપીઓએ માસૂમ દીકરીને પત્થરો વચ્ચે દફનાવી દીધી હતી, પરંતુ તે બચી ગઈ હતી અને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. બૈતૂલ પીડિતા ખેતરમાં પંપ ચાલુ કરવા આવી હતી. જ્યારે સાંજ સુધી તે પાછી ન આવી તો પરિજનો શોધવા નીકળ્યા અને તેમને નાળા પાસે દીકરીનો અવાજ સંભળાયો જ્યાંથી તેમણે કાંટા અને પત્થરો વચ્ચેથી દીકરીને કાઢી તે મામલામાં ટ્વીટ્સ ત્યારે આવ્યો જ્યારે પોલીસ દ્વારા ઉલટ તપાસ શરૂ કરવામાં આવી અને ખોટો કેસ દાખલ કરવાની વાત સામે આવી ગઈ.

પોલીસ મુજબ વિદ્યાર્થીની પોતાના પરિચિતોને ફસાવવા માગતી હતી. તેણે 5 લોકો પર ગેંગરેપ કર્યાનો આરોપ લગાવ્યો હતો, પણ શરૂથી જ તેની કહાણી પોલીસના ગળે ઉતરતી ન્હોતી. જ્યારે પોલીસે કડકાઈથી પુછપરછ કરી તો તેણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ. તે સાથે જ વિદ્યાર્થિની માનસિક તણાવમાં હોવાની વાત સામે આવી છે. આ વખતે તેનું પ્રકરણ ખોટું દાખલ કરાવીને પાંચ લોકોને ફસાવવાનું નક્કી કર્યું હતું.