મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને દરેક લોકોની નજર હવે 23 મેના રોજ આવનારા પરિણામ પર ટકી છે. આ પહેલા એક્ઝિટ પોલના આંકડામાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલનું કહેવું છે કે 2019ની ચૂંટણીમાં દેશમાં યુપીએની સરકાર બનશે.

પત્રકારો સાથે વાત કરતા હાર્દિક પટેલે એક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારા એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં કોંગ્રેસને 8 થી 10 બેઠકો મળશે. આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે 20 વર્ષમાં 2014 સિવાય તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. આ વખતે પણ તેવું જ થશે. આ વખતે UPAની સરકાર બનશે.