પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હાર્દિક પટેલના સીડીકાંડ બાદ હવે વધુ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં જુન 2015માં અનામત આંદોલનકારીઓ સાથે અમિત શાહે દિલ્હીમાં એક બેઠક કરી હતી, જેમાં અમિત શાહે પાટીદારોને અનામત અપાવવાની ખાતરી આપી, આંદોલન માટે કુલ 1.05 કરોડની આર્થિક મદદ પણ કરી હોવાનો ખુલાસો થયો છે. આંદોલનકારીઓ અને અમિત શાહ વચ્ચેની બેઠક કરાવી આપવામાં અશ્વીન સાંકડસેરિયાએ મધ્યસ્થીની ભૂમિકા અદા કરી હતી.

હાલમાં અશ્વીન સાંકડસેરિયા ઉપર આરોપ છે કે તે અમિત શાહના ઈશારે હાર્દિકની સીડીઓ બહાર પાડી રહ્યા છે, પણ પાસના એક નેતાની જાણકારી પ્રમાણે 2015માં પાસના દસ નેતાઓની ટીમને અશ્વની અમિત શાહ સાથે મિટીંગ કરવા માટે દિલ્હી બોલાવી હતી, ત્યારે ગુજરાતમાં અનામત આંદોલનની શરૂઆત થઈ ચુકી હતી, અમિત શાહે પાસને ખાતરી આપી હતી કે તેઓ તેમના આંદોલનને તમામ પ્રકારની મદદ કરશે, અને અનામત પણ અપાવશે, શાહે પહેલા તબ્બકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર સભા કરવા માટે રૂપિયા 45 લાખ આપ્યા હતા, અને બાદમાં બીજા 65 લાખની મદદ કરતી હી, જો કે આ તમામ વ્યવહાર રોકડમાં થયો હતો.

પાછળથી સ્પષ્ટ થયું હતું કે અમિત શાહ આ મદદ એટલા માટે કરી રહ્યા હતા કારણ તેઓ આનંદીબહેન પટેલની સરકાર પાડી નાખવા માગતા હતા, તેના માટે આંદોલન ઉગ્ર બને તેવી તેમની ઈચ્છા હતી, જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલી સભા બાદ તેમણે જ પોલીસે આંદોલનકારીઓને મારવાનો હુકમ કર્યો હતો, જેના કારણે તોફાન થાય અને બહેન મુશ્કેલીમાં મુકાઈ જાય અને તેવું જ થયુ હતું, આમ અમિત શાહે આંદોલનકારીઓનો ઉપયોગ બેવડી રીતે કર્યો હતો. આ તમામ ઘટનાઓને સાક્ષી અશ્વીન સાંકડસેરિયા છે. જો કે પોલીસે કરેલા અત્યાચાર અને ત્યાર બાદ હાર્દિક ઉપર થયેલા પોલીસ કેસને કારણે પાસના નેતાઓ અમિત શાહની રમત સમજી ગયા હતા, અને તેઓ અમિત શાહથી દુર જતા રહ્યા હતા.

અમિત શાહનો અંદાજ હતો કે આનંદીબહેનની સરકાર પડી જાય ત્યાર બાદ તેઓ આંદોલનકારીઓ સાથે બેસી વાતનો અંત લાવશે પણ તે તેમનું ગણિત ખોટું પડયું અને આંદોલન તેમના હાથમાંથી નિકળી ગયું.