મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ધોરણ 12 કોમર્સ (સામાન્ય) પ્રવાહની 2020ની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરાઈ છે. જે મુજબ ધોરણ 12 કોમર્સના રેગ્યુલર, ખાનગી રેગ્યુલર અને પૃથ્થક વિદ્યાર્થીઓને હિન્દી પ્રથમ ભાષા અને અંગ્રેજી પ્રથમ ભાષાનું પ્રશ્નપત્ર એનસીઈઆરટીના પુસ્તકોમાંથી લેવાશે. જોકે રિપિટર્સ જુના કોર્ષ પ્રમાણે જ પરીક્ષા આપશે. રિપિટર વિદ્યાર્થીઓ માટે નવા કોર્સ મુજબ નહીં પરંતુ જુના કોર્સ મુજબ પરીક્ષા આપવાનો નિર્ણય કરાયો છે.

ઉલ્લખનીય છે કે,મોટાભાગે સાયન્સના પુસ્તકો એનસીઇઆરટી પ્રમાણે કરાયા છે. ઉપરાંત સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહો માટે પણ પ્રથમ ભાષાના પુસ્તકો એનસીઇઆઇટી પ્રમાણે લાગુ કરવામાં આવ્યા છે.